અૉસ્ટ્રેલિયન દર્શકોએ સિરાજ-બુમરાહ ઉપર કરી જાતીય ટિપ્પણી

નવી દિલ્હી, તા. 9 : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં રમાઈ રહેલા ત્રીજા ટેસ્ટ મેચ દરમિયાન એક શરમજનક ઘટના સામે આવી છે. હકીકતમાં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં મેચ દરમિયાન હાજર અમુક દર્શકોએ ટીમ ઈન્ડિયાના ઝડપી બોલર મોહમ્મદ સિરાજ ઉપર જાતિય ટિપ્પણી કરી હતી. આ ઘટના બાદ ભારતીય ક્રિકેટ ટીમે ફરિયાદ દાખલ કરી હતી. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં મેચ દરમિયાન નશામાં અમુક દર્શકોએ મોહમ્મદ સિરાજને વાંધાજનક શબ્દો કહ્યા હતા.  કેપ્ટન અંજિક્ય રહાણેએ આ મામલે અમ્પાયરોને ફરિયાદ કરી હતી પણ ત્રીજા દિવસની રમત પુરી થતા સત્તાવાર રીતે ફરિયાદ કરી દેવામાં આવી હતી. ટીમના સુત્રોના કહેવા પ્રમાણે અમુક દર્શકોએ નશામાં સિરાજને ગાળો આપી હતી અને જાતિય ટિપ્પણી કરી હતી. ટીમ સૂત્રોના કહેવા પ્રમાણે દર્શકોની કોમેન્ટ્સ ખૂબ જ અપમાનજનક હતી. સિરાજ નહી બુમરાહને પણ ઓસ્ટ્રેલિયન દર્શકોએ ગાળો આપી હતી.ઓસ્ટ્રેલિયન અખબારના કારણે ભારતીય ડ્રેસિંગ રૂમ બહાર ટીમ ઈન્ડિયાના અધિકારી, આઈસીસી અને સુરક્ષા અધિકારીઓ વાતચીત કરી રહ્યા હતા. આ દરમિયાન બુમરાહ અને સિરાજ પણ હાજર હતા.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer