દુબઈ, તા. 28 : ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલાં મેચ ગુમાવી હતી અને હવે ખેલાડીઓ પર દંડ ફટકાર્યો છે. શુક્રવારે ઓસ્ટ્રેલિયાની સામે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ધીમી ઓવર માટે ખેલાડીઓને તેમની મેચ ફીના 20 ટકા દંડ ભરવો પડશે.
ભારતે પહેલી વન-ડેમાં પોતાની 50 ઓવર પૂરી કરવા માટે 4 કલાક અને 6 મિનિટ લીધી. જેમાં તેમને 66 રને હારનો સામનો કરવો પડયો હતો. વિરાટ બ્રિગેડે નક્કી કરેલા સમયથી એક ઓવર ઓછી ફેંકી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)ના મેચ રેફરી ડેવિડ બૂને આ દંડ ફટકાર્યો હતો.
આઈસીસીએ શનિવારે જારી એક નિવેદનમાં કહ્યું કે, આઈસીસીના ખેલાડીઓ તથા સહયોગી સ્ટાફ માટે `લઘુતમ ઓવર ગતિ ઉલ્લંઘનની આચારસંહિતા'ની કલમ 2.22 અનુસાર ખેલાડીઓ પર નિર્ધારિત સમયમાં બોલિંગ ન કરવાની સ્થિતિમાં દરેક ઓવરમાંથી તેમની મેચ ફીના 20 ટકા દંડ લગાડવામાં આવે છે.
નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, `સુકાની વિરાટ કોહલીએ નિયમભંગ અને પ્રસ્તાવિત દંડ સ્વીકારી લીધો છે, જેથી સત્તાવાર સુનાવણીની જરૂરત નથી પડી.'
મેદાન પરના અમ્પાયર રોડ ટકર તથા સેમ નોગાજસ્કી, ટીવી અમ્પાયર પોલ રે ક્રિસ તથા ચોથા અમ્પાયર ગોરાર્ડ એબોડે આ નિયમભંગ નક્કી કર્યો હતો.
ધીમા ઓવર રેટ બદલ ટીમ ઈન્ડિયા પર મેચ ફીના 20 ટકા દંડ
