અરબી સમુદ્રમાં મીગ-29 વિમાન તૂટ્યુ, બેમાંથી એક પાઈલટ લાપત્તા

અરબી સમુદ્રમાં મીગ-29 વિમાન તૂટ્યુ, બેમાંથી એક પાઈલટ લાપત્તા
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 28 : નૌકાદળનું મીગ-29-કે વિમાન શુક્રવારે અરબી સમુદ્રમાં તૂટી પડ્યું હતું. વિમાનવાહક યુદ્ધજહાજ વિક્રમાદિત્ય પરથી એ ઉડ્યું હતું. 
આ યુદ્ધજહાજ તાજેતરમાં પુરી થયેલી લશ્કરી કવાયત મલાબાર 2020માં ભાગ લઈ પાછું ફરી રહ્યું હતું ત્યારે નિયમિત ઉડ્ડયન દરમિયાન મીગ-29 તૂટી પડ્યું હતું. વિમાન યુદ્ધજહાજ પરથી પ્રેકટીસ માટે ઉડ્યું હતું. એમા ટેનિકલ ખરાબી સર્જાતા એ તૂટી પડ્યું હોવાનું કહેવાય છે. પેરેશ્યૂટની મદદથી સલામત રીતે બહાર આવી ગયેલા એક પાઈલટને બચાવી લેવામાં આવ્યો હતો. જોકે બીજા પાઈલટ લેફટેનન્ટ કમાંડર નિશાંત સિંહની ભાળ મળી નહોતી. 
તાજેતરના સમયમાં મીગ-29 કેને નડેલો આ ત્રીજો અકસ્માત છે. પહેલો અકસ્માત નવેમ્બર 2019માં થયો હતો. બીજો અકસ્માત આ વર્ષે જાન્યુઆરીમાં થયો હતો. આ બન્ને અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. શુક્રવારે મીગ-29-કેને ત્રીજો અકસ્માત નડ્યો હતો જેમાં એક પાઈલટ બેપત્તા થયો હતો. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer