ઘટનાક્રમ પર અમેરિકાની બાજનજર

રાજેન્દ્ર વોરા તરફથી
વૉશિંગ્ટન, તા. 28 : ચીફ ન્યુક્લિયર સાઇન્ટિસ્ટ મોહસીન ફખરી જાહેદની હત્યાને કારણે સમગ્ર ઈરાન હચમચી ઉઠયું છે. ત્યાં સુધી કે દેશના સુપ્રીમ લીડર આયાતોલ્લા અલ ખમૈનીના મિલિટરી એડવાઇઝઝર હોસેન દૈહગાને હત્યાનો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે. ઇરાનના અણુ વિજ્ઞાનીની હત્યા બાદ અમેરિકા આ સમગ્ર ઘટનાક્રમ પર બાજનજર રાખી રહ્યું છે. 
ઈરાનના વિદેશ પ્રધાન મોહમ્મદ જાવેદ જરીફે ટ્વીટ કર્યું હતું કે, હત્યામાં ઇઝરાયલની ભૂમિકા હોવાનો આક્ષેપ કરવાની સાથે કહ્યું હતું કે ઈરાન આંતરરાષ્ટ્રીય સમુદાયને બેવડા માપદંડને ખતમ કરવાની સાથે આતંકવાદની ઘટનાની નિંદા કરવાની અપીલ કરી હતી. ઇઝરાયેલ સામે સીધી આંગળી ચીંધાઈ રહી હોવા છતાં અણુ વિજ્ઞાનીની હત્યા અંગે હજુ સુધી કોઈ ટિપ્પણી કરી નથી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer