ભારત અને રશિયાના સેટેલાઇટ અવકાશમાં સાવ નજીક આવી ગયા

બેંગલોર, તા.28: ભારતનું રીમોટ સેન્સીંગ સેટેલાઇટ ``કાર્ટોસેટ-ર એફ'' જે અવકાશમાં પૃથ્વીની ભ્રમણકક્ષા નજીક ફરી રહ્યું છે તે રશિયાના અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ ``કાનોપુશ-વી''ની જોખમીરૂપે તદ્દન નજીક આવી ગયું છે.
રશિયન અવકાશ સંસ્થા ``રોસકોસમોસે'' જણાવ્યું હતું કે 700 કિલોગ્રામ વજનનું ``કાર્ટોસેટ-2 એફ'' સેટેલાઇટ રશિયાના ``કાનોપુસ-વી'' સેટેલાઇટની જોખમી રીતે તદ્દન નજીક 27મી નવેમ્બરે 1:49 કલાકે આવી પહોંચ્યું હતું.
અવકાશ સંસ્થાની ગણતરી મુજબ રશિયાના સેટેલાઇટથી આ વિદેશી સેટેલાઇટ માંડ 244 મીટર જેટલું જ દૂર હતું. આ બન્ને અવકાશયાન પૃથ્વીના રીમોટ સેન્સીંગ માટે રચવામાં આવ્યા છે.
જો કે ઇસરોના ચેરમેન કે સિવને કોઇપણ જોખમને નકારતાં જણાવ્યું હતું કે અમે છેલ્લા ચાર દિવસથી આપણા સેટેલાઇટ ઉપર નજર રાખી રહ્યા છીએ અને તે રશિયાના સેટેલાઇટથી 420 મીટર દૂર છે. તે જ્યારે તેની 150 મીટર જેટલો નજીક જશે ત્યારે વ્યૂહ અપનાવવામાં આવશે. એમ કે. સિવને જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે જ્યારે સેટેલાઇટ પૃથ્વીથી ઓછી ઉંચાઇએ સ્થાન ભ્રમણ કક્ષામાં હોય ત્યારે આવી વસ્તુ બને તે અસામાન્ય નથી. સામાન્ય પ્રણાલિ એવી છે કે બન્ને એજન્સીઓ ચર્ચા કરી અને વ્યૂહ ઘડી કાઢે છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer