ચીનનો દાવો : કોરોના ભારતમાંથી ફેલાયો !

બીજિંગ, તા. 28 : ખંધાં ચીનના વૈજ્ઞાનિકોએ આખી દુનિયાને અચરજ પમાડી દે તેવો વિચિત્ર દાવો કરતાં કહ્યું હતું કે, ઘાતક કોરોના વાયરસ ભારતમાંથી વિશ્વમાં ફેલાયો છે.
એક અહેવાલ અનુસાર, શાંઘાઈ ઈન્સ્ટિટયૂટ ફોર બાયોલોજિકલ સાયન્સિઝના વૈજ્ઞાનિકોએ એક શોધપત્રમાં આવો પોકળ દાવો કર્યો છે.
ચીની વૈજ્ઞાનિકોના દાવા મુજબ, ડિસેમ્બર-2019માં વુહાનમાં કોરોના સંક્રમિતો સામે આવવાથી પહેલાં આ ઘાતક વાયરસ ભારતીય ઉપમહાદ્વીપમાં મોજુદ હતો.હકીકતમાં ચીન પોતાના શહેરમાંથી કોરોના ફેલાયો હોવાનો આરોપ બીજા દેશના માથાં પર મઢવાની મથામણમાં છે.
અગાઉ, ચીનના કેટલાક અધિકારીઓ એવો દાવો પણ કરી ચૂક્યા છે કે, કોરોના અમેરિકાથી વુહાનમાં આવ્યો હતો. હવે ચીનના વૈજ્ઞાનિકો એવો દાવો કરી રહ્યા છે કે, ભારત અને બાંગલાદેશમાંથી કોરોના  ફેલાયો છે. ચીની વૈજ્ઞાનિકોએ 17 દેશોના કોરોના વાયરસના અભ્યાસના અંતે બનાવેલાં શોધપત્રમાં એવો દાવો કરી અચરજ ફેલાવ્યું છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer