બ્રાઝિલના પ્રમુખ કહે છે કોરોના રસીની અને માસ્કની જરૂર જ નથી

બ્રાઝિલિયા, તા. 28 : કોરોનાના વધતાં સંકટને દાદ નહીં આપતાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ જૈર બોલસોનારોએ વધુ એક આશ્ચર્યજનક નિવેદનમાં જણાવ્યું છે કે, બ્રાઝિલને રસીની જરૂર નથી.
બોલસોનારોએ રસી કાર્યક્રમ સામે ગંભીર સવાલ પણ ઉઠાવ્યા હતા. બ્રાઝિલ પ્રમુખનું આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું હતું.
માસ્ક પહેરવાના શિસ્તને પણ ખોટું ગણાવી, તેમણે કહ્યું હતું કે, માસ્કથી કોરોના સંક્રમણને રોકી શકાય છે, તેવા કોઈ નક્કર પુરાવા નથી. એક તરફ આખી દુનિયા કોરોના રોધક રસીની રાહ ચાતક નજરે જોઈ રહી છે, ત્યારે બીજી તરફ બોલસોનારોનું આ નિવેદન કોરોનાને ઓછો આંકવાની તેમની આદત બતાવે છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer