કોરોના નાબુદ કરવા કોઇ વૅક્સિન જરૂરી નથી

ફાઇઝેરના માજી વૈજ્ઞાનિક કહે છે
નવી દિલ્હી, તા.28: ફાઇઝર ફાર્માશ્યુટીકલ કંપનીએ કોરોના વાયરસની રસી બનાવીને અખબારોમાં હેડલાઇનોમાં ચમકી છે ત્યારે કંપનીના માજી વાઇસ પ્રેસીડેન્ટ અને મુખ્ય વૈજ્ઞાનિક ડો. માઇકલ અડોને  એવો દાવો કર્યો હતો કે કોવિડ-19 મહામારીનો અંત લાવવા માટે કોઇ જ પ્રકારની વેક્સિનની જરૂરત નથી.
`લોકડાઉન સ્કેપ્ટીક'માં પ્રસિધ્ધ કરાયેલ એક લેખમાં ડો. માઇકલ અડોને લખ્યું છે કે `મહામારીને ઠારવા માટે કોઇ જ વેક્સિનની જરૂરત નથી. મેં કદી વેક્સિન અંગે આવી નાસમજ વાતો સાંભળી નથી. જે લોકો કોઇ રોગના જોખમ ઉપર ન હોય તેમને તમે વેક્સિન આપતા નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે હજુ માનવ વસ્તી ઉપર સઘન રીતે પરીક્ષણ ન થયું હોય તેવી વેક્સિનનો તમે લાખો તંદુરસ્ત લોકો ઉપર સામૂહિક ઉપયોગ કરતાં નથી.
બ્રિટનની આરોગ્ય સંસ્થાએ જે જણાવ્યું છે કે આ વાયરસ માટે દરેક વ્યક્તિ સંવેદનશીલ છે અને માત્ર 7 ટકા લોકો સંક્રમિત થયા છે. આ વાતનો પણ ડો. માઇકલે ઇન્કાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આ લોકોએ રોગ પ્રતિકાર શાત્રનો પૂરો અભ્યાસ નથી કર્યો. તેમણે એમ પણ કહ્યું હતું કે વસતિના 40% લોકો પ્રતિકાર શક્તિના બદલે ``રેમીસ્ટંટ પાવર'' ધરાવતા હોય છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer