અદાલતોમાં પેન્ડિંગ 3.61 કરોડ કેસના નિકાલ માટે પ્રયાસ ચાલુ : સીજેઆઈ

કોરોનાથી ન્યાયિક કાર્યોને અસર 
નવી દિલ્હી, તા.ર8: દેશના ચીફ જસ્ટિસ એસએ બોબડેએ કહ્યું છે કે કોવિડ-19ને કારણે ન્યાયિક કાર્યો પર અસર થઈ છે પરંતુ અટવાયેલા કેસના નિકાલ માટે ગંભીર પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
સુપ્રીમ કોર્ટ બાર એસોસીએશન દ્વારા આયોજીત સંવિધાન દિવસ સમારોહમાં સીજેઆઈ બોબડેએ ઉપરોકત વાત કહી હતી. તેમણે ઉમેર્યુ કે સુપ્રીમ કોર્ટને એક દિવસ માટે પણ બંધ કરવામાં આવી નથી. કારણ કે મામલાઓમાં સમાજના નબળા વ્યક્તિઓના મૌલિક અધિકાર સામેલ છે. કોરોના વાયરસે અદાલત અને તેના કર્મચારીઓને મુશ્કેલ પરિસ્થિતિ આપી છે. કોરોનાએ એક પ્રકારની અસમાનતા ઉભી કરી છે.
સીજેઆઈએ માન્યું કે ન્યાયપાલિકા, બાર અને કાયદા પંચમાં સર્વ શ્રેષ્ઠ બુદ્ધિમતા હોવા છતાં 60 વર્ષથી લાખો કેસ અટવાયેલા હોવાની સમસ્યા ચાલી રહી છે. આ પ્રિલિટીગેશન માધ્યમનો સમય છે. જે એક ડિક્રી રૂપે કામ કરી રહ્યો છે. પ્રિલિટીગેશન સિસ્ટમ કામ કરશે કારણ કે દરેક વિવાદમાં દલીલોની જરૂર હોતી નથી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer