રિલાયન્સ લાવશે ફોર-જી સ્માર્ટફોન

ફ્રી એકસેસ, ડિસ્કાઉન્ટ, વન ટાઈમ ક્રિન રિપ્લેસમેન્ટ, શોપિંગ બેનિફિટ્સ લાવશે
નવી દિલ્હી, તા.28: રિલાયન્સ જીયો પોતાના 4જી ફીચર ફોન યૂઝર્સને સ્માર્ટફોન પર માઈગ્રેટ કરવાની તૈયારી કરી રહ્યું છે. ઉપરાંત કંપની વોડાફોન, આઈડિયા અને ભારતી એરટેલ જેવી કંપનીઓના રજી યૂઝર્સને પોતાના તરફ ખેંચવાનો પ્રયાસ કરી રહી છે. અહેવાલ મુજબ રિલાયન્સ જીયો ટૂંક સમયમાં દેશમાં ફોન નિર્માતા વીવો સાથેની ભાગીદારીમાં જીયો એકસકલુસીવ સ્માર્ટફોન લોન્ચ કરશે. 
કંપની પોતાના સ્માર્ટ ફોન સાથે ઓટીટી પ્લેટફોર્મમાં ફ્રી એકસેસ, ડિસ્કાઉન્ટ, વન ટાઈમ ક્રિન રિપ્લેસમેન્ટ, શોપિંગ બેનિફિટ્સ ઓફર કરશે. 4જી સ્માર્ટ ફોન લોન્ચ કરવા રિલાયન્સ કાર્બન, લાવા ઉપરાંત અન્ય કેટલીક મોબાઈલ ફોન બનાવતી ચીની કંપનીઓ સાથે વાતચીત કરી રહી છે.રૂ.8000 કે તેથી ઓછી કિંમતે કંપની 4જી સ્માર્ટ ફોન ઉપલબ્ધ કરાવશે. 4જી માર્કેટ સર કરવા રિલાયન્સ જીયો આગામી સમયમાં અનેક નવા આકર્ષણ લાવી રહી છે. ગૂગલ સાથે ભાગીદારીમાં લો કોસ્ટ સ્માર્ટ ફોન લાવવાની પણ તેની યોજના છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer