ફડણવીસના સમયમાં ગુંડાગીરી વધી : અનિલ દેશમુખ

મુંબઈ, તા. 28 : કાયદો અને વ્યવસ્થાના મુદ્દે મહાવિકાસ આઘાડી સરકારને લક્ષ્ય બનાવનાર ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના આક્ષેપોનો વિદ્યમાન ગૃહપ્રધાન અનિલ દેશમુખે જવાબ આપ્યો હતો. રાજ્યના કાયદો અને વ્યવસ્થાના મુદ્દે આજી-માજી ગૃહપ્રધાન વચ્ચે શાબ્દિક યુદ્ધ થઈ રહ્યું છે. દેવેન્દ્ર ફડણવીસ ગૃહપ્રધાન હતા ત્યારે નાગપુરમાં મોટાપાયે ગુંડાગીરી ફૂલીફાલી હતી. પરંતુ મહાવિકાસ આઘાડી સરકાર આવ્યા બાદ એ નિયંત્રણમાં લેવામાં આવી હોવાનું  અને કુખ્યાત ગુંડાઓને જેલમાં પૂર્યા હોવાનું ગૃહપ્રધાન અનિલ દેશમુખે જણાવ્યું હતું. 
એક સમયે ઓરેન્જ સિટી તરીકે ઓળખાતું નાગપુર દેવેન્દ્ર ફડણવીસ મુખ્યપ્રધાન હતા ત્યારે ક્રાઇમ સિટી તરીકે ઓળખાવા લાગ્યું. પરંતુ મહાવિકાસ આઘાડી સરકાર સત્તામાં આવ્યા બાદ રાજ્યમાં ગુનાખોરીને નિયંત્રણમાં લેવાના પ્રયાસો શરૂ કરાયા. નાગપુરના કુખ્યાત ગુંડાઓને જેલ ભેગા કરાયા.
અમે રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ ઘટાડવાના પ્રયાસો કરી રહ્યા છીએ અને એમાં સફળતા પણ મળી હોવાનું અનિલ દેશમુખે જણાવ્યું હતું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer