કાશ્મીરમાં વીરગતિ પામેલા મહારાષ્ટ્રના સપૂત સંગ્રામ શિવાજીનો પાર્થિવ દેહ આજે વતનમાં પહોંચશે

કાશ્મીરમાં વીરગતિ પામેલા મહારાષ્ટ્રના સપૂત સંગ્રામ શિવાજીનો પાર્થિવ દેહ આજે વતનમાં પહોંચશે
પુણે, તા.21 : જમ્મુ અને કાશ્મીર બૉર્ડરે પાકિસ્તાન દ્વારા અંધાધૂંધ ફાયરિંગમાં આજે ભારતીય સેનાના જવાન હવાલદાર પાટીલ સંગ્રામ શિવાજી વીરગતિ પામ્યા છે. હવાલદાર સંગ્રામ શિવાજી મહારાષ્ટ્રના સપૂત હોવાથી તેમના પાર્થિવ શરીરને આવતી કાલે સવારે ઍર ફોર્સના વિમાન દ્વારા પુણે લાવવામાં આવશે, એમ લશ્કર તરફતી જણાવાયું હતું. રાજૌરી જિલ્લાના લામની ફોરવર્ડ પોસ્ટમાં સંગ્રામ શિવાજી ફરજ પર હતા અને હાલમાં પાકિસ્તાન તરફથી આતંકવાદીઓને ઘૂસાડવા અવારનવાર યુદ્ધ વિરામનો ભંગ અને ઉશ્કેરણીજનક ગોળીબાર કરવામાં આવે છે. પાકિસ્તાનીઓનું નિશાન સરહદી વિસ્તારના નિર્દોષ નાગરિકો હોય છે અને સંગ્રામ શિવાજી આવા જ એક ગોળીબારમાં દૂશ્મનો સામે લડતા વીરગતિ પામ્યા છે. મહારાષ્ટ્ર અને તેમના વતન કોલ્હાપુરમાં (નિગાવે ગામ) આ સમાચારથી શોક છવાયો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer