હિન્દુત્વનો અર્થ સહિષ્ણુતા : ફડણવીસ

હિન્દુત્વનો અર્થ સહિષ્ણુતા : ફડણવીસ
નાગપુર, તા. 21 (પીટીઆઈ) :  ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ  હમીદ અન્સારીએ કહ્યું હતું કે કોવિડ-19 મહામારી પહેલાં આપણો સમાજ - ધાર્મિકતા અને કઠોર રાષ્ટ્રવાદની મહામારીનો ભોગ બન્યો છે. આના જવાબમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે હિન્દુત્વનો અર્થ સહિષ્ણુતા થાય  છે. અન્સારીના નિવેદન અંગેના સવાલના જવાબમાં ફડણવીસે કહ્યું હતું કે હિન્દુત્વ  કદી  કટ્ટર વિચારધારા નથી. એ હંમેશાં સહિષ્ણુ રહ્યો છે. હિન્દુત્વ એક પ્રાચીન જીવનશૈલી છે. હિન્દુઓએ કદી કોઈ પર કે કોઈ રાજ્ય કે દેશ પર હુમલો કર્યો નથી. હિન્દુત્વ સહન કરવાનું શીખવાડે છે. આને લીધે ભારતમાં વિવિધ સંપ્રદાય અને જ્ઞાતિના લોકો શાંતિપૂર્ણ રીતે રહે છે.  
23 નવેમ્બરથી સ્કૂલો ખોલવા અંગે દેવેન્દ્રે કહ્યું હતું કે આમાં સાવચેતી રાખવી જોઈએ. રાજ્ય સરાકરે બીજા રાજ્યોના અનુભવને પણ ધ્યાનમાં લેવા જોઈએ. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer