સરકારી આવાસ પર કબજો જમાવનારા 27 કલાકારને નોટિસ

નવી દિલ્હી, તા. 21:  પદ્મ સન્માન ઉપરાંત દેશવિદેશનાં કેટલાંય જાણીતા સન્માન મેળવનારા અને પોતપોતાના ક્ષેત્રમાં દેશને ગૌરવ અપાવનારા કલાકારોને દિલ્હીમાં ફાળવાયેલાં સરકારી આવાસ ખાલી કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. આ કલાકારોને તા. 31 ડિસેમ્બર સુધીમાં સરકારી આવાસ ખાલી કરવા અથવા તો પછી બજાર ભાવે ભાડું ભરવા તથા પાછલી ભાડાંની વધારાયેલી બાકી રકમનું એરિયર્સ ચૂકવવા સહિતની ચિમકી પણ આપવામાં આવી છે.  જે કલાકારોને નોટિસ મળી છે તેમાં પંડિત બિરજુ મહારાજ, જતિન દાસ, ગુરૂ જયરામ રાવ, ભારતી શિવાજી, ડો. સુનિલ કોઠારી, કમલિની અસ્થાના, કનક શ્રીનિવાસન તથા વાસિફુદ્દિન ડગર સહિતનાં જાણીતા કલાકારોનો સમાવેશ થાય છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer