દિલ્હી-મુંબઈ વચ્ચે બંધ થઈ શકે છે ટ્રેન-ફલાઇટ

કોરોના સંકટ વચ્ચે મહારાષ્ટ્ર સરકારની વિચારણા
મુંબઈ, તા. 21 : દિલ્હી અને મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોના સંક્રમણના કેસોને લઈને મહારાષ્ટ્ર સરકાર એવી વિચારણા કરી રહી છે કે સંક્રમણ વધુ ન ફેલાય તે માટે દિલ્હીની મુંબઈ તરફની ફ્લાઈટ-ટ્રેન સેવા  સ્થગિત કરવી. રાજ્યના વડા સચિવ સંજય કુમારે કહ્યું હતું કે રાજ્યમાં કોરનાનો પ્રસાર ન થાય એ માટે વિવિધ પગલાં વિચારણા હેઠળ છે અને આમાંનું એક દિલ્હીથી આવતી ટ્રેન-વિમાન સેવા બંધ કરવાનો છે. જોકે, આ અંગે અંતિમ નિર્ણય લેવાયો નથી.  
જાણવા મળી રહ્યું છે કે દિલ્હી અને મુંબઈ વચ્ચે ટ્રેન સેવા અને હવાઈ સેવા બંધ કરવામાં આવી શકે છે. ટૂંક સમયમાં સત્તાવાર આદેશ જાહેર કરવામાં આવી શકે છે. દિલ્હીમાં નિયંત્રણ બહાર થઇ ગયેલા કોરોના સંક્રમણને લઈને મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 
દિલ્હીમાં શુક્રવારે 6608 નવા કેસ નોંધાયા હતા. ત્યાં કુલ કેસ 5.71 લાખ થયા છે. 118 મૃત્યુ થતા મરણાંક 8159 થયો છે. રાજ્યમાં શુક્રવારે 5640 નવા કેસ મળતાં કુલ કેસ 17,68,695 થયા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer