રાજ્ય સરકાર અને રેલવે વચ્ચે ગજગ્રાહ

લોકલ ટ્રેનમાં મહિલાઓને પ્રવાસની પરવાનગી ક્યારે ?
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 17 : રાજ્ય સરકારની જાહેરાત છતાં મહિલાઓને આજે લોકલ ટ્રેનમાં બેસવાની પરવાનગી રેલવે સત્તાવાળાઓએ આપી નહોતી. આ બેની લડાઈમાં મહિલાઓને હાથે હતાશા આવી છે. આજે નવરાત્રીના પ્રથમ નોરતે અનેક મહિલાઓ સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવેના વિવિધ સ્ટેશને પહોંચી હતી, પરંતુ રેલવે સત્તાવાળાઓએ તેમને પાછા મોકલ્યા હતા. વિરાર સ્ટેશન પર જમા થયેલી મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો. રાજ્ય સરકારે પરવાનગી આપીના કલાકો બાદ વેસ્ટર્ન રેલવેએ જાહેર કર્યું' હતું કે પરવનગી અપાઈ નથી. રેલવેના અધિકારીએ કહ્યું હતું' કે સેવા રાજ્ય સરકાર અને રેલવે વહીવટીતંત્ર વચ્ચે બેઠક બાદ જ આની ગાઈડલાઈન' નક્કી કરાશે અને મહિલાઓને પરવાનગી અપાશે. મહારાષ્ટ્ર સરકારે પશ્ર્ચિમ અને મધ્ય રેલવેને મહિલાને લોકલ ટ્રેનમાં બેસવાની પરવાનગી દેવા પત્ર લખ્યો હતો. પરંતુ રેલવેએ કહ્યં હતું કે રેલવે બોર્ડ' આ અંગે અંતિમ' નિણર્ય લેશે. આનો અર્થ એ થયો કે મહિલાઓને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવા વધુ પ્રતિક્ષા કરવી પડશે.''
હકીકત એ છે કે રાજ્ય સરકરના તથા' રેલવેના અધિકારીઓ વચ્ચેની બે બેઠકમાં મહિલાને પરવાનગી દેવા વિશે એકમતી હતી, પરંતુ રાજ્ય સરકારના સત્તાવાર વિનંતીપત્રના થોડા કલાકો' બાદ રેલવે ફરી ગઈ હતી, એમ સરકાર તરફથી દાવો થઈ રહ્યો છે, પરંતુ રેલવે તરફથી જણાવાયું હતું કે કલાકો અગાઉ મળેલો પ્રસ્તાવ સ્થાનિક સ્તરે ન સ્વીકારી શકાય. રેલવે બોર્ડ સાથે ચર્ચા-વિચારણા બાદ જ આવી પરવાનગી આપી શકાય. મુંબઈગરાઓમાં આ મામલે રાજકારણની ચર્ચા ચાલી રહી છે.
રાજય સરકાર તરફથી ડિઝાસ્ટર મેનેજમેન્ટ, મદદ અને પુનર્વસવટના સચીવ કિશોર રાજે નિંબાળકરે બન્ને રેલવેને પત્ર લખીને મહિલાને લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની પરવનગી દેવાનું કહ્યું હતું. આ પરવાનગી 17 ઓક્ટોબરથી સારે 11થી બપોરના ત્રણ વાગ્યે અને સાંજે સાત પછી આપવાની વિનંતી કરાઈ હતી. હાલમાં ફક્ત આવશ્યક સેવામાં કામ કરતી મહિલાઓને જ લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની પરવાનગી આપી છે. રાજ્ય સરકારનું કહેવું છે કે આ અંગે સરકારી અધિકારીઓની મુંબઈના સ્થાનિક ટોચના અધિકારીઓ સાથે ચર્ચા પણ કરી હતી. રાજ્ય સરકાર દાવો કરે છે કે આ માટિંગ વડા સચીવ સંજય કુમારની હાજરીમાં યોજાઈ હતી અને એમાં મહિલાઓ માટે ઉપનગરીય સેવા શરૂ કરવાનું નક્કી કરાયું હતું. આમાં બન્ને રેલવેના અધિકારીઓ હાજર રહ્યા હતા. ત્યાર બાદ નિંબાળકર સાથે રેલવેના અધિકારીઓની બીજી' માટિંગ પણ થઈ હતી. જોકે નિંબાળકરે ગઈ કાલે પત્ર લખ્યા બાદ રેલવેએ યુ-ટર્ન લીધો હતો અને કાર્યપ્રણાલી અને રેલવો બોર્ડની પરવાનગીના નામે બધી મહિલાઓને રેલવે લોકલમાં મુસાફરી કરવાની ના પાડી હતી. બેઠકમાં એકમતી હોવાથી રેલવેના પત્રથી રાજ્ય સરકારને સરપ્રાઈઝ થયું છે.' બીજી મુખ્ય વાત એ છે કે જે રેલવે અધિકારીઓ બેઠકમાં હાજર હતા તેમની સહી રેલવેના ગઈ કાલના ઈનકારપત્રમાં નહોતી..'
આને લીધે મહિલાઓમાં જોરદાર આક્રોશ નિર્માણ થયો છે. ભારતીય કમ્યુનિસ્ટ પક્ષે તો આ અંગે તીવ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. ભાકપના મુંભઈ કોન્સિલના સચીવ પ્રકાશ રેડ્ડીએ કહ્યું હતું કે રેવલેપ્રધાન પિયુષ ગોયેલ મુંબઈદ્રોહી છે. તેમણે કહ્યું હતું કે એક બાજુ મહિલાપ્રવાસીઓને લોકલ ટ્રેનમાં બેસવાની પરવાનગી અપાતી નથી અને' બીજી બાજુ મુંબઈથી અમદાવાદ દોડનારી પ્રાઈવેટ તેજસ એક્સપ્રેસને આજથી શરૂ કરાઈ છે. મુંબઈના નોકરિયાતોને કામ પર જવા ચાર-પાંચ કલાક બસમાં પ્રવાસ કરવો પડે છે એની રેલવેને પડી નથી.' ગોયેલ રેલવેનું ખાનગીકરણ કરી રહ્યા છે. તેઓ મુંબઈના નોકરીયાતોને અન્યાય અને તવંગર લોકોની દલાલી કરે છે.''
ગઈ કાલે રાજ્ય સરાકનો વિનંતીપત્ર મળતાં જ રેલવેએ આજથી ટ્રેન નહીં ચાલુ થાય એવો ખુલાસો કર્યો હતો. આ માટે રેલવે બોર્ડની મંજૂરી જરૂરી છે. મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે કહ્યું હતું'' કે અમે રાજ્ય સરકારનો પ્રસ્તાવ રેલવે બોર્ડને મોકલ્યો છે.' આ માટે અમને ખબર હોવી ઘટે કે મહિલાની સંખ્યા કેટલી અને આની સ્ટાન્ડર્ડ ઓપરાટિંગ પ્રોસિજર અમારે બનાવવી પડે.' અમે ટૂંક સમયમાં સકારાત્મક નિર્ણય લઈશું.''
મઘ્ય' રેલવેના જણાવ્યા પ્રમણે ઉપનગરીય સેવાના કુલ પેસન્જરના 30 ટકા મહિલાઓ હોય છે. રાજ્ય સરકારે બેસ્ટની બસ પરના તાણ દૂર કરવા થોડા દિવસ પહેલાં મેટ્રો અને મોનો રેલ શરૂ કરવાની જાહેરાત કરી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer