કોમી વૈમનસ્ય ફેલાવવાના આરોપસર કંગના રનૌત વિરુદ્ધ ગુનો નોંધાયો

મુંબઈ, તા. 17 : બાન્દરા પોલીસે અભિનેત્રી કંગના રનૌત અને તેની બહેન રંગોલી પર કોમી વૈમનસ્ય ફેલાવવાના આરોપસર ગુનો નોંધ્યો છે. બાન્દરાની કોર્ટે એક ખાનગી ફરિયાદને મુદ્દે બન્ને બહેનો સામે ગુનો નોંધવાનો મુંબઈ પોલીસેને શુક્રવારે આદેશ આપ્યો હતો.'
બાન્દરાની મેજિસ્ટ્રેટ કોર્ટેમાં બન્ને બેનો સામે અરજી એક કાસ્ટિગ ડિરેક્ટરે કરી હતી. અરજીમાં તેણે કહ્યું હતું કે ક્વીન ફિલ્મની એક્ટર કંગના સતત ટ્વીટ કરીને એક તો બોલિવૂડને બદનામ કરી રહી છે અને બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરી રહી છે. કંગનાની બહેન રંગોલીની અમુર વાંધાજનક ટ્વીટનો પણ અરજીમાં ઉલ્લેખ કરાયો હતો.'
બાન્દરા કોર્ટના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ જયદેવ વાય. ઘુલેએ શુક્રવારે આ ઓર્ડર આપ્યો હતો. વાસ્તવમાં અરજદાર સાહિલ અશરફઅલી સૈય્યદે પહેલા બાન્દરા કોર્ટમાં ફરિયાદ કરવાનો પ્રયત્ન કરેલો, પણ પોલીસ ફરિયાદ ન નોંધતા તેણે કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.'
અરજદારે પિટિશનમાં કહ્યું હતું કે કંગનાને એ વાતની સુપેરે જાણ છે કે તે એક જાણીતી અભિનેત્રી છે અને તેનો વિશાળ ચાહક વર્ગ છે એટલે તેની ટ્વીટ અસંખ્ય લોકો સુધી પહોંચશે.'
કોર્ટે કહ્યું હતું કે અરજીમા કંગના સામે જે આરોપ મુકાયા છે એ ઈલેક્ટ્રોનિક મીડિયા, ટ્વીટર અને ઈન્ટવ્યુ પર આધારિત છે. આ આરોપોની કોઈ એક્સપર્ટ તપાસ કરે એ જરૂરી છે. કોર્ટે બ્રાંદા પોલીસ સ્ટેશનને કંગના અને તેની બહેન સામે જરૂરી પગલાં લેવાની અને તપાસ શરૂ કરવાનો આદેશ આપ્યો હતો.'
અરજદારે પિટિશનમાં કહ્યું હતું કે કંગના તેની લગભગ તમામ ટ્વીટમાં ધર્મનો દુર્ભાવના સાથે ઉલ્લેખ કરે છે અને આમ તે હિન્દુ અને મુસ્લિમ કલાકારો વચ્ચે તડાં પડાવવાનો પ્રયાસ કરી રહી છે. અરજદારે કંગનાની પાલઘરમાં બે સાધુની હત્યા વિશેની ટ્વીટનો ઉલ્લેખ કર્યો હતો. એ સિવાય તેણે મુંબઈ પાલિકાની બાબર સેના સાથે સરખામણી કરી હતી એ ટ્વીટ પણ રજૂ કરી હતી. જ્યારે અન્ય એક ટ્વીટમાં' એવો દાવો કર્યો હતો કે છત્રપતિ શિવાજી મહારાજ અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ વિશે ફિલ્મ બનાવનાર હું પહેલી વ્યક્તિ છું.'
અરજદારે પોતે કાસ્ટિગ ડિરેક્ટર અને ફિટનેસ ટ્રેનર હોવાનો દાવો કર્યો છે. તેણે એમપણ કહ્યું છે કે મે રામ ગોપાલ વર્મા, સંજય ગુપ્તા અને નાગાર્જુન સહિત અનેક જાણીતા ફિલ્મમોકરો સાથે કામ કર્યું છે. તેણે કહ્યું હતું કે કંગનાને કારણે છેલ્લા બે મહિનાથી બોલીવૂડમાં કામ કરવાનું મુશ્કેલ બની ગયું હોવાથી મેં કોર્ટમાં આ ફરિયાદ કરી હતી. બાન્દરા પોલીસે કોર્ટના આદેશ પ્રમાણે કંગના-રંગોલી સામે ઈન્ડિયન પિનલ કોડની 295(એ), 153 (એ) એને 124 (એ) હેઠળ ગુનો નોંધ્યો છે. આ બધી કલમ બિન-જામીનપાત્ર છે.''

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer