મિથુન ચક્રવર્તીના દીકરા સામે બળાત્કારની ફરિયાદ

મુંબઈ, તા. 17 : ઓશિવરા પોલીસે અભિનેતા મિથુન ચક્રવર્તીના દીકરા મહાક્ષય સામે બળાત્કાર અને છેતાપિંડીની જ્યારે મિથુનની પત્ની યોગિતા બાલી સામે ધમકીની ફરિયાદ નોંધી છે.'
આ ફરિયાદ 38 વર્ષની એક મહિલાએ ગુરુવારે રાત્રે નોંધાવી હતી. ફરિયાદમાં તેણે ક્યું છે કે મારા મહાક્ષય જોડે 2015થી લઈ 2018 વચ્ચે સંબંધ હતા. એકવાર હું અંધેરી વેસ્ટમાં આદર્શ નગરમાં મહાક્ષયના ફ્લેટમાં ગઈ હતી. તેણે ઘેનની દવાવાળુ ઠંડુ પીણું મને આપ્યું હતું અને મારી સાથે શારિરીક સંબંધો જબરદસ્તીથી બાંધ્યા હતા. આ ફ્લેટ તેણે 2015માં ખરીદ્યો હતો.'
ફરિયાદમાં મહિલાએ કહ્યું છે કે હુ ગર્ભવતી થઈ જતા મહાક્ષયે મને ગર્ભપાત કરાવવાની સલાહ આપી હતી અને મને ગર્ભપાતની ગોળીઓ પણ આપી હતી. લગ્ન ક્યારે કરીશું એવું હું સતત તેને પુછતી, જાન્યુઆરી 2018માં તેણે મને લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. આને લીધે અમારા બે વચ્ચે ઝઘડો થયો હતો. મેં જ્યારે એકવાર મહાક્ષયને ફોન કર્યો ત્યારે તેની મમ્મીએ મને ફોન પર ધમકી આપી હતી'
મહિલાએ કહ્યું હતું કે એ બાદ' હું દિલ્હી મારા ભાઈના ઘેર જતી રહી હતી. ત્યાં જૂન 2018માં બેગમપુર પોલીસ સ્ટેશનમાં મહાક્ષય અને યોગીતા બાલી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બળાત્કાર અને મહિલાને ગર્ભપાત માટે ફરજ પાડવા વિશેનો ગુનો નોંધ્યો હતો. આ ફરિયાદ તપાસ માટે ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી.'
આ ફરિયાદને પગલે મહાક્ષય અને યોગીતા બાલીએ અગોતરા જામીન લઈ લીધા હતા. માર્ચ 2020માં દિલ્હી હાઈ કોર્ટે મહિલાને જ્યાં ઘટના બની ત્યાંના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની સુચના આપી હતી. આને પગલે તેણે ઓશિવરા પોલીસ સ્ટેશનમાં આ વર્ષે જુલાઈમાં ફરિયાદ નોંધાવી હતી.'
ઓશિવરા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ કહ્યું હતું કે આરોપી સામે બળાત્કાર, સતત બળાત્કાર, ઝેર આપીને નુકસાન પહોંચાડવાનો, છેતરાપિંડી અને ધાકધમકી આપવાનો ગુનો નોંધાયો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer