મુંબઈમાં કોરોનાના 1791 નવા કેસ; દોઢ ગણા દર્દી સાજા થયા

મુંબઈ, તા. 17 : મુંબઈમાં' આજે મુંબઈમાં નવા દર્દી 2000થી ઓછા મળ્યા હતા. આજે 1791 નવા દર્દી મળ્યા હતા.' કુલ દર્દીનો આંકડો 2,40,339 થયો છે. આજે 2988 દર્દી સાજા થતાં તેમને રજા અપાઈ હતી. આ સાથે કુલ 2,08,099 દર્દી સાજા થયા છે.' આજે એક્ટિવ પેશન્ટ 18717 હતા. આજે મુંબઈમાં 47 જણ મૃત્યું પામ્યા હતા. આમાંથી 38 દર્દીને' કોરોના ઉપરાંત બીજી બીમારીઓ હતી. મૃતકોમાંથી 29 પુરુષ અને 18 મહિલા દર્દી હતા,. મરણ પામનારા 38 દર્દી 60 વર્ષની,ઉપરના, 9 મૃતકોની વય 40થી 60 વર્ષની વચ્ચે હતી. એકેય મૃતક દર્દી 40 વર્ષથી નાની વયનો નહોતો. મરણાંક 9682નો થયો છે.'
મુંબઈમાં રીકવરી રેટ 86 ટકા અને ડબાલિંગ રેટ 82 દિવસનો છે. 10 ઓક્ટોબરથી' 16 ઓક્ટોબર સુધીનો એકદંર વૃદ્ધિદર 0.81 ટકાનો છે. શહેરમાં 638 સક્રીય કન્ટેનમેન્ટ ઝોન છે અને 95 11મકાનો સીલ કરાયા છે.''
રાજ્યમાં કોરોનાની સ્થિતી સુધરતી જાય છે. આજે રાજ્યમાં 10,259 નવા દર્દી મળ્યા હતા. સક્રીય દર્દીની સંખ્યા પણ ઘટી રહી છે. 14238 દર્દી સાજા થયા હતા.' કુલ 13,58,606 દર્દી સાજા થયા છે. રાજ્યમાં કોરોનાના કુલ દર્દી 15,86,321 થઈ ગયા છે. રાજ્યમાં 1,85,270 સક્રિય દર્દી છે.'
રાજ્યમાં આજે 250 દર્દીના મૃત્યું થયા હતા. રાજ્યમાં મૃત્યુંદર 2.65' ટકાનો છે. રાજ્યમાં 41,965 દર્દીના કુલ મૃત્યું થયા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer