ન્યૂ ઝીલૅન્ડમાં વડા પ્રધાન જેસિંડાની વિક્રમી જીત

લેબર પક્ષને 87' ટકા મત સાથે 50 વર્ષમાં સૌથી વધુ સમર્થન
વેલિંગ્ટન, તા. 17 : કોરોના વાયરસની સામે દેશના જંગને જીતાડનાર ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જસિંડા આર્ડને મોટી બહુમતીથી ચૂંટણીમાં પણ જીત મેળવી હતી. આ ચૂંટણી પહેલાં 18મી સપ્ટેમ્બરના થવાની હતી, પરંતુ કોવિડ-19ની બીજી લહેરના કારણે સ્થગિત કરી દેવામાં આવી હતી. દેશના ઈતિહાસમાં આટલી વિશાળ જીત કોઈ પક્ષને પહેલી વાર મળી છે અને આ સાથે જસિંડા એક વાર ફરી દેશનું સુકાન સંભાળવા માટે તૈયાર છે.
આર્ડનના સેન્ટર લેફ્ટ પક્ષને 87 ટકા મતમાંથી 48.9 ટકા મત મળ્યા હતા. જસિંડાએ જીત પછી કહ્યું કે, દેશી લેબર પાર્ટીને 50 વર્ષમાં સૌથી વધુ સમર્થન દેખાડયું છે. તેમણે કહ્યું કે, દેશની સામે હજુ કઠિન સમય આવનારો છે, પરંતુ પક્ષ દરેક દેશવાસી માટે કામ કરશે. મુખ્ય વિપક્ષી દળ નેશનલ પાર્ટીને માત્ર 27 ટકા મત મળ્યા, જે 2002 પછીનું તેનું સૌથી ખરાબ પ્રદર્શન છે. જસિંડા પોતાના કાર્યકાળમાં અનેક કારણોથી દુનિયાભરમાં ચર્ચામાં રહી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer