લશ્કર અને આઇએસઆઇએ પોતાના ઇશારે નાચે એવી ઇમરાન સરકાર બેસાડી : નવાઝ શરીફ

લાહોર, તા.17 : પાકિસ્તાની લશ્કર અને ગુપ્તચર એજન્સી આઇએસઆઇએ મને વડા પ્રધાન પદેથી હટાવીને તેના ઇશારે નાચે એવા ઇમરાન ખાનને દેશના વડા પ્રધાન પદે બેસાડયા છે, એવો આરોપ પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન અને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ પાર્ટીના પ્રમુખ નવાઝ શરીફે આજે કર્યો હતો. પાકિસ્તાનના 11 વિપક્ષોએ પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટના બૅનર તળે ઇમરાન સરકારનો વિરોધ કરવા ગુજરાનવાલામાં પહેલું શક્તિ પ્રદર્શન યોજ્યું હતું જેમાં શરીફે લંડનથી વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી સંબોધન કર્યું હતું.'
વીસમી સપ્ટેમ્બરે વિપક્ષોએ ઇમરાન સરકારનો દેશવ્યાપી વિરોધ કરવા આ મૂવમેન્ટની જાહેરાત કરી હતી અને જાન્યુઆરીમાં ઇમરાન ખાનની સરકારને હટાવવાની માગણી સાથે ઇસ્લામાબાદ સુધી રૅલી યોજવાની જાહેરાત કરી હતી.
જાન્યુઆરી સુધી વિપક્ષો પાકિસ્તાનના અલગ-અલગ પ્રાંતોમાં શક્તિ પ્રદર્શન કરીને ઇમરાન સરકાર સામે લોકજુવાળ ઊભો કરવાના છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer