આઈએનએસે પત્રકાર પરના હુમલાને વખોડયો

નવી દિલ્હી, તા. 17 : ભારતના અખબારી જગતવતી ઇન્ડિયન ન્યૂઝપેપર સોસાયટી (આઈએનએસ)ના પ્રેસિડન્ટ એલ. અદીમૂલમે, `ધ કારવાં ઇન્ડિયા'ના કર્મચારી અહાન પેણકર પોતાની ફરજ નિભાવી રહ્યા હતા ત્યારે દિલ્હી પોલીસના અધિકારીઓએ કરેલા હુમલાને વખોડી કાઢ્યો હતો.
આઈએનએસે દિલ્હીના પોલીસ કમિશનર અને સંબંધિત અધિકારીઓને, દોષિતો સામે સખત કાર્યવાહી કરવાની અને પત્રકારો તેમની ફરજ ભયમુક્ત રીતે નિભાવી શકે તે માટે સુરક્ષાની ખાતરી રાખવા અપીલ પણ કરી હતી.'

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer