પતિની માલિકીનું ઘર ન હોય તો પણ મહિલાને ઘર બાહર કાઢી શકાય નહીં : સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, તા. 17 : સુપ્રીમ કોર્ટે ગુરૂવારે એક સીમાચિન્હરૂપ ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ઘરેલુ હિંસા અધિયમ અંતરેગત વહુને એના પતિના માતા-પિતાના ઘરમાં રહેવાનો અધિકાર છે. જસ્ટીસ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી ત્રણ જજની બેન્ચે તરૂણ બત્રા કેસમાં બે જસ્ટીસની બેન્યે આપેલા ચુકાદાને ફેરવી તોળ્યો હતો.'
કોર્ટે આપેલા ચુકાદામાં જણાવ્યું હતું કે પરિવારની સંપત્તિ અને રહેતા હોય એ ઘરમાં પણ ઘરેલુ હિંસાનો શિકાર બનેલી પત્નીને હક મળશે. સુપ્રીમ કોર્ટે આ અંગે આપેલા ચુકાદામાં સ્પષ્ટપણે જણાવ્યુ છે કે પીડિત પત્નીને એના સાસરિયાની પૈતૃક સંપત્તિ એટલે કે ઘરમાં રહેવાનો કાયદેસર હક રહેશે. પતિની સંપત્તિ એટલે કે અલગ બનાવાયેલા ઘર પર તો અધિકાર રહેશે જ. સુપ્રીમ કોર્ટે એના ચુકાદામાં ઘરેલુ હિંસા કાયદો 2005નો હવાલો આપતા અનેક બાબતોની સ્પષ્ટતા કરી હતી.'
બેન્ચે કેસની સુનાવણી કરતી વખતે બે સભ્યની બેન્ચે આપેલા ચુકાદાને બદલવાની સાથે 6-7 સવાલોના જવાબ પણ આપ્યા હતા. બેન્ચે આ ચુકાદો 2006માં એસ.આર. બત્રા તથા અન્યો વિરૂદ્ધ તરૂણ બત્રાના કેસની સુનાવણી કર્યા બાદ આપ્યો હતો.'
ઉલ્લેખનીય છે કે તરૂણ બત્રા કેસમાં બે જજની બેન્ચે કહ્યું હતું કે કાયદામાં દીકરીઓ, એના પતિના માતા-પિતાની માલિકીની મિલકતમાં રહી શકતી નથી. હવે ત્રણ સભ્યોની બેન્ચે તરૂણ બત્રાના નિર્ણયને ફેરવી તોળ્યો હતો અને 6-7 સવાલોના જવાબ પણ આપ્યા હતા. કોર્ટે કહ્યું કે પતિની અલગ અલગ સંપત્તિ જ નહીં એના પૈતૃક ઘરમાં પણ વહુનો અધિકાર છે. તરૂણ બત્રાના સિનિયર ઍડવોકેટે નિધિ ગુપ્તાએ દલીલ કરી હતી કે જો વહુ સંયુક્ત પરિવારની સંપત્તિ છે તો કેસને પણ એ દૃષ્ટીથી જોવો જોઇ. એ સાથે એને ઘરમાં રહેવાનો અધિકાર છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer