ભાડૂતોએ ઊંચુ ભાડું ચૂકવવું પડશે કાં જગ્યા ખાલી કરવી પડશે

મોડેલ રેન્ટ એક્ટના મુસદ્દા
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 17 : કેન્દ્ર સરકારે રાજ્યોને મોકલાવેલા મોડેલ રેન્ટ એક્ટનો અમલ થશે તો મુંબઈના 14000 જૂના મકાન અને ચાલમાં રહેતા 25 લાખ ભાડુતો પર આની માઠી અસર પડશે. હાઉસિંગ એક્ટિવિસ્ટ અને અર્બન ડેવલપમેન્ટ એક્સપર્ટ ચંદ્રશેખર પ્રભુએ કહ્યું છે કે 80-100 વર્ષથી નજીવા ભાડા દઈને રહેતા ભાડુતો પર આ સૂચિત કાયદાથી બજાર ભાવ પ્રમાણે ભાડા ભરવા પડશે. જો આ મોડેલ ખરડો કાયદો બન્યો તો મકાનમાલિકો મનમાં આવે એ ભાડું લઈ શકશે. આને લીધે ભાડૂતે' કરવા આપેલી ગેરકાયદે ડિપોઝિટ (પાઘડી)નો લાભ જતો રહેશે. ભાડૂતોએ પોતાના ઘર રીપેર કરવા નાણાં પણ આપ્યા છે. આ ભાડુતોનું રક્ષણ જતું રહેશે. હાલમાં આ ભાડુતો સુરક્ષિત છે.''
ચંદ્રશેખરે કહ્યું હતું કે આ મોડેલ મુસદ્દાની 15મી કલમ ખતરનાક છે . આ પ્રમાણે જો મકાનમાલિક ઘર રિપેર ન કરે અને એ ન રહેવા યોગ્ય થઈ જાય થો ભાડુત પાસે મકાન ખાલી કરીને તાબો મકાનમાલિકને આપવા સિવાય બીજો છૂટકો નહીં રહે. જોકે, મુસદ્દામાં મકાનમાલિકને રીપેર' કરવાની ફરજ પાડતી કોઈ કલમ નથી. આને અર્થ એ થયો કે મકાન રિપેર નહીં થાય. મકાન તૂટી પડે અને જાનહાનિ થાય તો કલમ 21 (ઈ) કહે છે કે મકાનમાલિક ભાડૂતને રિપેર કે રિડેવલપમેન્ખાટ માટે ખાલી કરવાની ફરજ પાડશે અને ભાડુતનો હક્ક જતો રહેશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer