આવતા અઠવાડિયે મુંબઇ પાવર આઉટેજ અંગે સુનાવણી હાથ ધરાશે

મુંબઇ, 17 : મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી રેગ્યુલરિટી કમિશને (મર્ક) શનિવારે કહ્યું હતું કે તે આવતા અઠવાડિયે મુંબઈના અંધારપટ અંગે સુઓ-મોટુ સુનાવણી કરશે. 12 ઓક્ટોબરે થયેલા અંધારપટને કારણે મુંબઈની લોકલ બંધ પડી, લોકો લિફ્ટમાં અટવાયા હતા તો મહામારી દરમ્યાન વર્ક ફ્રોમ હૉમ કરનારાના કામ અટકી પડ્યા હતા.''
રેગ્યુલેટરી બૉડી આ ઘટના અંગે 21 ઓક્ટોબરે સવારે વાગ્યે ઇ-સુનાવણી હાથ ધરશે, એમ મર્ક દ્વારા જારી કરાયેલી નોટિસમાં જણાવાયું હતું.'
કમિશને જણાવ્યું કે એને મહારાષ્ટ્ર સ્ટેટ લૉડ ડિસ્પેચ સેન્ટરનો ગ્રિડ ફેલ્યોર અંગેનો ખુલાસો કરતો પ્રાથમિક અહેવાલ મળ્યો છે જેમાં ઘટનાક્રમ, લૉડ અને સિસ્ટમને પૂર્વત કરવા અંગેની વિગતો જણાવવામાં આવી છે.''
એમએસએલડીસી જણાવ્યું છે કે મળેલા ડાટાના એનાલિસિસ બાદ વિગતવાર રિપોર્ટ રજૂ કરાશે, એમ મર્કે જણાવવાની સાથે સોમવાર સાંજ સુધીમાં તમામ વિગતો આપવા જણાવ્યું છે.''
તાતા પાવર કંપનીએ-જનરેશન અને અદાણી લેક્ટ3સિટી મુંબઈ-ડિસ્ટ્રિબ્યુશન દ્વારા પ્રાથમિક હેવાલ સોંપ્યા છે. પણ અન્ય ટ્રાન્સમિશન લાઇસન્સી. ડિસ્ટ્રિબ્યુશન લિસન્સી ને વપરાશકારોએ વિગતો મોકલાવી નથી.'
સુનાવણીમાં, તે આઉટેજની ઘટનાના કારણોની ચર્ચા કરશે, જો ગ્રીડને પુનર્સ્થાપિત કરવા માટે માનક પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું હતું અને પુનસ્થાપિત કરવામાં વિલંબ થવાના કારણો, તમામ હિતધારકોની પ્રતિક્રિયા, જો ટાપુ પધ્ધતિ પરિકલ્પિત રૂપે કાર્યરત હોય, તો પુનર્સ્થાપિત કરતી વખતે પ્રાધાન્યતા અને સૂચના મુજબ સમાનના પુનરુત્થાનને રોકવાની રીતો.'
સરકાર દ્વારા સંચાલિત વીજળી વિતરણ અને ટ્રાન્સમિશન કંપનીઓ, ટાટા પાવર, અદાણી વીજળી મુંબઇ, બેસ્ટ અને રેલ્વેના અધિકારીઓને નોટિસ મોકલવામાં આવી છે.'
હાલમાં, રાજ્ય સંચાલિત એમએસઈટીસીએલ અને ખાનગી ક્ષેત્રની ટાટા પાવર વચ્ચેના વિવાદને પગલે મોટા પાવર ઓવરગેશનને સમાપ્ત થવા માટે 14 કલાકથી વધુ સમય લાગ્યો હતો.'

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer