કોરોના : રસી આપવા માટે પ્રથમ 30 કરોડ લોકો નક્કી કરવાની પ્રક્રિયા શરુ

નવી દિલ્હી, તા. 17 : આખું વિશ્વ કોરોના સામેની લડાઈમાં રસીની રાહ જોઈ રહ્યું છે ત્યારે ભારતે રસી આવી જાય' તો પ્રથમ ક્યાં 30 કરોડ લોકોને આપવી એ નક્કી કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. સર્વ પ્રથમ રસી જેનો કોરોનાનો સૌથી વધારે ખતરો છે એ આરોગ્ય સેવાના કર્માચીરઓ, પોલીસ, ગંદકી સાફ કરતા સફાઈ કામદારો, ડાયાબિટીસ અને બ્લેડ પ્રેસર જેવી બીજી બીમારીઓ ધરાવતા લોકો અને વૃદ્ધોને અપાશે. ભારતને શરૂઆતમાં રસીના 60 કરોડ ડોઝ મળે એવી સંભાવના છે.' એક વાર વાર રસીના ઉપયોગની મંજૂરી અપાશે ત્યાર બાદના તે શરૂઆતના તબક્કામાં કોરોના સામેના આગળી હરોળના લડવૈયાને પહેલાં અપાશે. આ યાદીમાં ચાર શ્રેણી છે. આમાં 50-70 લાખ હેલ્થકેર પ્રોફેશનલ્સ, પોલીસ, પાલિકાના કર્મચારી અને સંરક્ષણ દળના જવાનો જેવા' બે કરોડથી વધારે આગળી હરોળના વર્કર, 50 વર્ષથી મોટી ઉમરના નાગરિકો અને છેલ્લા તબક્કામાં પચાસ વર્ષથી' નાની વયના પરંતુ બીજી બીમારી ધરાવતા લોકોની શ્રેણનો સમાવેશ થાય છે.''

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer