મુંબઈમાં બુધવાર સુધી ચોમાસુ રહેશે : આજે હળવા વરસાદની આગાહી

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 17 : હવાના ઓછા દબાણના પટ્ટાને કારણે પડતા વરસાદે મુંબઈમાં હાલ વિશ્રાંતિ લીધી છે. આમ છતાં મુંબઈમાંથી ચોમાસાએ હજી વિદાય લીધી નથી. મુંબઈમાં 21મી સુધી વરસાદ વત્તેઓછે અંશે ચાલુ રહેશે. ચોમાસું હજી ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને ગુજરાતમાંથી ધીમે ધીમે પીછેહઠ કરી રહ્યું છે, એમ હવામાન ખાતાએ જણાવ્યું છે.
કોલાબા વેધશાળાએ જણાવ્યું છે કે આવતી કાલે આકાશ એકંદરે વાદળછાયુ રહેશે. મુંબઈમાં હળવો અથવા ગાજવીજ સાથે વરસાદ પડશે. લઘુતમ અને મહત્તમ ઉષ્ણતામાન અનુક્રમે 26 ડિગ્રી અને 32 ડિગ્રી સેલ્શિયસ જેટલું રહેશે.
આજે સવારે 8.30 વાગ્યે પૂરા થયેલા 24 કલાકમાં કોલાબામાં 0.8 મિ.મી. અને સાન્તાક્રુઝમાં નહીવત્ વરસાદ નોંધાયો હતો. આજે રાત્રે 8.30 વાગ્યે પૂરા થયેલા બાર કલાકમાં કોલાબા કે સાન્તાક્રુઝમાં આ સાથે મોસમનો બિલકુલ વરસાદ નોંધાયો નહોતો. મોસમનો કુલ વરસાદ કોલાબામાં 177 મિ.મી. અને સાન્તાક્રુઝમાં 166 મિ.મી. નોંધાયો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer