કૃષિ સંબંધિત કાયદા તાકીદે પરત ખેંચો

કૃષિ સંબંધિત કાયદા તાકીદે પરત ખેંચો
રાહુલ ગાંધીએ મોદી સરકાર ઉપર સાધ્યું નિશાન
નવી દિલ્હી, તા. 26 : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદીને સલાહ આપી છે કે તાકીદે દેશહિત અને ખેડૂતોના હિતમાં કૃષિ બિલને પરત લેવામાં આવે. રાહુલે ખેડૂતોને ટેકાના ભાવની ગેરન્ટી આપવા પણ કહ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ખેડૂતોની માગણી યોગ્ય છે.
 અંદાજીત દોઢ મિનિટના વિડિયો સંદેશમાં રાહુલ ગાંધીએ ખેડૂતોને સંબોધિત કરતા કહ્યું હતું કે, ખેડૂત ભાઈઓ ઉપર આક્રમણ થઈ રહ્યું છે. સૌથી પહેલા નોટબંધી, પછી જીએસટી અને હવે કોરોના સમયમાં એક રૂપિયો પણ આપવામાં આવ્યો નથી. ખેડૂતોને મારવાની કોશિશ કરવામાં આવી રહી છે. ખેડૂતોને ગુલામ બનાવવામાં આવી રહ્યા છે. કોર્પોરેટ્સના ગુલામ બનાવવામાં આવી રહ્યા છે અને હવે ત્રણ ભયંકર કાયદા ખેડૂતોને ખતમ કરવા લાવવામાં આવ્યા છે. કોંગ્રેસ ખેડૂતો સાથે છે અને તેને મળીને રોકવામાં આવશે. રાહુલ ગાંધીએ વિડિયોમાં કહ્યું હતું કે, તેઓ સરકારને કહેવા માગે છે કે મોટી ભૂલ કરી છે. ખેડૂતો રસ્તા ઉપર ઉતરી આવશે તો જોરદાર નુકસાન થશે. આ કાયદો તાકીદે પરત ખેંચવામાં આવે. 
 કૉઁગ્રેસનું સ્પીકઅપ ફૉર ફાર્મર્સ  ઝુંબેશ
કૃષિ બિલોના વિરોધને વધુ તીવ્ર કરતા કૉંગ્રેસે આજે સોશિયલ મીડિયામાં સ્પીક અપ ફોર ફાર્મસ (ખેડૂતો માટે અવાજ ઉઠાવો) કેમ્પેન લૉન્ચ કર્યું હતું.
કૃષિ બિલોથી નરેન્દ્ર મોદી સરકાર ખેડૂતોનું શોષણ કરવાનો ઈરાદો ધરાવે છે, એવા આક્ષેપ સાથે કૉંગ્રેસે લોકોને વિરોધ નોંધાવવાની અપીલ કરી હતી.
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે, મોદી સરકારની ખેડૂતો વિરોધી નીતિઓ સામે સૌ અવાજ ઉઠાવે એ સમયની માગ છે.
કૉંગ્રેસના આ સોશિયલ મીડિયા કૅમ્પેનમાં સૌને ખેડૂતો માટે અવાજ ઉઠાવવા અપીલ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer