કોરોના વાઈરસ ચીનથી આવ્યો એ ક્યારેય નહીં ભૂલું : ટ્રમ્પ

કોરોના વાઈરસ ચીનથી આવ્યો એ ક્યારેય નહીં ભૂલું : ટ્રમ્પ
વૉશિંગ્ટન, તા. 26 : ડોનાલ્ડ ટ્રમ્પ જો ફરીથી અમેરિકાના પ્રમુખપદે ચૂંટાશે તો તેઓ ચીન સાથેના સંબંધો લગભગ તોડી નાખશે. એવો સંકેત આપતા ટ્રમ્પે આજે જણાવ્યું હતું કે કોરોના વાઈરસે દુનિયાભરમાં આતંક ફેલાવ્યો છે અને આ વાયઈરસ ચીનમાંથી આવ્યો છે એ હું ક્યારેય નહીં ભૂલું.
અમેરિકામાં ત્રણ નવેમ્બરે પ્રમુખપદની ચૂંટણી છે તેના પ્રચારમાં ન્યૂ પોર્ટ વર્જિનીયામાં બોલતા ટ્રમ્પે કહ્યું હતું કે, અમેરિકાનું અર્થતંત્ર તેજ ગતિથી દોડી રહ્યું હતું, ત્યાં ચીનમાંથી એક વાઈરસ આવ્યો અને આખું અર્થતંત્ર ખોરવાઈ ગયાની નોબત આવી છે. આપણે આ ક્યારેય નહીં ભૂલીએ. આપણે આવા વાઈરસ સામે જંગે ચડયા અને લાખો લોકોના જીવન બચાવ્યા. હવે આપણે થોડી નિરાંત છે પણ આ વાઈરસ ચીનથી આવ્યો છે એ હું ક્યારેય નહીં ભૂલું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer