પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહના 89મા જન્મદિને મોદી અને રાહુલ ગાંધીએ આપી શુભેચ્છા

પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહના 89મા જન્મદિને મોદી અને રાહુલ ગાંધીએ આપી શુભેચ્છા
નવી દિલ્હી, તા. 26 : પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહની 88મી વર્ષગાંઠે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવી હતી. કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ડૉ. સિંહને આપેલા શુભેચ્છા સંદેશમાં પણ મોદીનું નામ લીધા વગર કટાક્ષ કર્યો હતો. 
વડા પ્રધાને શુભેચ્છા સંદેશમાં જણાવ્યું હતું કે, ડૉ. મનમોહન સિંહજીને જન્મદિનની શુભેચ્છાઓ. સર્વ શક્તિમાન ઈશ્વર તેમને સ્વસ્થ, દીર્ધાયુ ર્એ એવી પ્રાર્થના. વર્ષ 2004થી 2014 સુધી ડૉ. મનમોહન સિંહ કૉંગ્રેસના વડપણ હેઠળની સરકારમાં વડા પ્રધાન રહ્યા હતા અને એ અગાઉ 90ના દાયકામાં કૉંગ્રેસની નરસિંહ રાવની સરકારમાં નાણાપ્રધાન તરીકે ડૉ. સિંહ ભારતની આર્થિક ઉદારીકરણની નીતિના શિલ્પકાર રહ્યા હતા. 
રાહુલ ગાંધીએ ડૉ. સિંહને આપેલા શુભેચ્છા સંદેશમાં જણાવ્યું હતું કે, ડૉ. સિંહને સ્વસ્થ દીર્ઘાયુની પ્રાર્થના ડૉ. સિંહની સાલસતા, સાદગી, પ્રામાણિકતા અને દેશ પ્રત્યેનું સમર્પણ આપણા સૌ માટે પ્રેરણાત્રોત છે. દેશ આજે મૌલિક વિચારક અને દીર્ઘદૃષ્ટા વડા પ્રધાનની ગેરહાજરી અનુભવી રહ્યો છે. વિશ્વના ઉમદા નેતાઓમાં સ્થાન પામનારા ભારતના મહાન પુત્ર ડૉ. સિંઘને જન્મદિવસની શુભકામના.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer