નિતિશ કુમાર મુખ્ય પ્રધાન પદે સૌથી વધુ પસંદ

નિતિશ કુમાર મુખ્ય પ્રધાન પદે સૌથી વધુ પસંદ
નવી દિલ્હી, તા. 26 : બિહાર વિધાનસભા માટે ચૂંટણીનું એલાન થઈ ચૂક્યું છે. કોરોના મહામારી વચ્ચે આ દેશની સૌથી મોટી ચૂંટણી બની રહેશે. જેને લઈને રાજનીતિક પક્ષો તૈયાર થઈ ચૂક્યા છે. આઈએએનએસ સી વોટરના ઓપિનિયન પોલ મુજબ 30.9 ટકા લોકો હજી પણ નિતિશ કુમારને સમર્થન આપી રહ્યા છે અને તેઓ મુખ્યમંત્રી પદના સૌથી પ્રબળ ઉમેદવાર છે. 
નિતિશ કુમાર પછી રાજદના નેતા તેજસ્વી યાદવનું નામ છે. તેજસ્વી યાદવને 15.4 ટકા લોકો મુખ્યમંત્રી પદના દાવેદાર ગણે છે. જ્યારે ભાજપના સુશીલ મોદીને 9.2 ટકા લોકોનું સમર્થન છે. આ ઉપરાંત બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને ઘાસચારા કૌભાંડમાં દોષિત લાલૂ પ્રસાદ યાદવને સીએમ પદ માટે 8.3 ટકા લોકો સમર્થન આપી રહ્યા છે. આવી જ રીતે લોક જનશક્તિ પાર્ટીના નેતા રામ વિલાસ પાસવાનને 6.5 ટકા લોકોનો ટેકો છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer