રિલાયન્સ રિટેલને સિલ્વર લેક દ્વારા થયું રૂ. 7,500 કરોડનું પેમેન્ટ

રિલાયન્સ રિટેલને સિલ્વર લેક દ્વારા થયું રૂ. 7,500 કરોડનું પેમેન્ટ
મુંબઈ, તા.26 : યુએસ પ્રાઇવેટ ઈકવિટી ફર્મ સિલ્વર લેકએ  રિલાયન્સ રિટેલનો 1.75 ટકા મૂડી હિસ્સો ખરીદી તે સામે રિલાયન્સને રૂ.7,500 કરોડનું પેમેન્ટ કર્યું હોવાનું કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ આજે જણાવ્યું હતું.  
ગત 9મી સપ્ટેમ્બરે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ઘોષણા કરી હતી કે સિલ્વર લેક રિલાયન્સ રિટેલ વેન્ચર લિ. માં રૂ.7500 કરોડનું રોકાણ કરશે. કંપનીએ શનિવારે તેના રેગ્યુલેટરી ફાઈલિંગમાં કહ્યું છે કે આરઆરવીએલને સિલ્વર લેક પાર્ટનર્સ રેઇનબો હોલ્ડિગ્સ પ્રા લિ. તરફથી રૂ.7500ની સબક્રીપશન રકમ મળી છે.  
ઈકવિટી હિસ્સાની ફાળવણી બાદ એસએલપી રેઇનબો હોલ્ડિગ્સ આરઆરવીએલની 1.75 ટકા ઈકવિટી શેર કેપિટલ ધારક કંપની બનશે.  
આરઆરવીએલનું પ્રી મની ઈકવિટી મૂલ્ય રૂ. 4.21 લાખ કરોડ છે. સિલ્વર લેક દ્વારા આ બીજું અબજ ડોલરનું રોકાણ આરઆઈએલમાં થયું છે. આ પહેલા જિઓ પ્લેટફોર્મમાં સિલ્વર લેકએ રોકાણ કર્યું હતું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer