કોલકાતા સામે હૈદરાબાદના 4/142 : પાંડેની અડધી સદી

કોલકાતા સામે હૈદરાબાદના 4/142 : પાંડેની અડધી સદી
અબુ ધાબી, તા. 26 : સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે આઈપીએલ મુકાબલામાં શનિવારે હૈદરાબાદ ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય કર્યો હતો. જેમાં હૈદરાબાદે મનીષ પાડેની અર્ધસદીની મદદથી નિયત 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 142 રન કર્યા હતા. 
 અબુ ધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમમાં રમાઈ રહેલા મેચમાં હૈદરાબાદી શરૂઆત સારી રહી નહોતી અને 24 રનમાં પહેલી વિકેટ ગુમાવી દીધી હતી. પહેલી વિકેટ રૂપે બેરસ્ટો 5 રને જ પેવેલિયન પરત ફર્યો હતો. જો કે ઓપનિંગમાં આવેલા વોર્નરે મક્કમ રમતા બતાવતા 30 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 36 રન કર્યા હતા. જ્યારે મનીષ પાંડેએ હૈદરાબાદ તરફથી સૌથી વધારે 51 રન કર્યા હતા. જેમાં 3 ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે.
આ ઉપરાતં સહાએ 31 બોલમાં 30 રન કર્યા હતા. જેની મદદથી હૈદરાબાદનો સ્કોર નિયત 20 ઓવરમાં 4 વિકેટે 142 રન થયો હતો. કોલકાતા તરફથી કમિન્સ, ચક્રવર્તી અને રસેલે 1-1 વિકેટ લીધી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer