આજે પંજાબ સામે રાજસ્થાનની ટક્કર

આજે પંજાબ સામે રાજસ્થાનની ટક્કર
સંજુ સેમસન અને કેએલ રાહુલ વચ્ચે જોવા મળશે રનોની દોડ
નવી દિલ્હી, તા. 26 : કિંગ્સ ઈલેવન પંજાબ સામે રવિવારે રમાનારા આઈપીએલ મુકાબલામાં સંજૂ સેમસન પોતાનું જોરદાર ફોર્મ જાળવી રાખવા માગશે. જ્યારે જોશ બટલરની હાજરીથી રાજસ્થાન રોયલ્સની ટીમને મજબૂતી મળશે. મનોબળ વધારતી જીત નોંધાવ્યા બાદ કિંગ્સ ઈલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સ બન્ને વિજયી લયને જારી રાદવાના ઈરાદે મેદાનમાં ઉતરશે. બન્ને વચ્ચે સર્વાધિક છગ્ગા માટેની પણ પ્રતિસ્પર્ધા જોવા મળશે. 
 કિંગ્સ ઈલેવન પંજાબના કેપ્ટન લોકેશ રાહુલે આરસીબી સામે 97 રને જીત દરમિયાન માત્ર 69 બોલમાં સાત છગ્ગાની મદદથી 132 રનની નોટઆઉટ ઈનિંગ રમીને રેકોર્ડ બનાવ્યો હતો. આ ઈનિંગમાં વિપક્ષી ટીમના કેપ્ટન કોહલીથી કેચ છૂટવાના કારણે બે વખત જીવનદાન મળ્યું હતું. 28 વર્ષિય રાહુલે આઈપીએલ ઈતિહાસમાં ભારતીય ખેલાડીના સર્વાધિક સ્કોરનો રેકોર્ડ બનાવ્યો હતો અને મેદાનમાં ફોર્મ જાળવી રાખવાનો પૂરતો પ્રયાસ કરશે. બીજી તરફ યુવા સેમસને પણ ચૈન્નઈના બોલરોની ધોલાઈ કરતા 32 બોલમાં 74 રન કર્યા હતા. આ દરમિયાન 9 છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે આર્ચરે પણ અભિયાન આગળ ધપાવતા અંતિમ ઓવરમાં 4 છગ્ગા માર્યા હતા.
રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સ્મિથે પણ પહેલા મેચમાં 47 બોલમાં 69 રન કર્યા હતા. જ્યારે બટલર ક્વોરન્ટાઈન નિયમોના કારણે પહેલો મેચ રમી શક્યો નહોતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer