સ્ટેચ્યૂ અૉફ યુનિટી ખાતે જંગલ સફારી પાર્ક પહેલી અૉક્ટોબરથી ખૂલશે

સ્ટેચ્યૂ અૉફ યુનિટી ખાતે જંગલ સફારી પાર્ક પહેલી અૉક્ટોબરથી ખૂલશે
વડોદરા, તા. 26 : સ્ટેચ્યૂ અૉફ યુનિટી નજીક બની રહેલા સરદાર પટેલ ઝુઓલોજિકલ પાર્કને આગામી પહેલી અૉક્ટોબરથી શરૂ કરવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. હાલની કોરોનાની સ્થિતિનો જોતાં એક કલાકમાં માત્ર 50 પ્રવાસીઓને જ પાર્કમાં પ્રવેશ આપવામાં આવશે. તેના માટે માત્ર અૉનલાઇન બુકિંગ કરાવી પ્રવાસીઓ આવી શકશે. 15 અૉક્ટો.થી ફ્લાવર અૉફ વેલી, કેકટર્સ ગાર્ડન, બટર ફ્લાય ગાર્ડન, એકતા નર્સરી, આરોગ્ય વન ગ્લો ગાર્ડન પ્રવાસીઓ માટે શરૂ થાય તેની શક્યતા જણાઈ રહી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer