જાપાન-ભારત વચ્ચે ફાઈવ-જી પ્લસ ટેક્નૉલૉજીનો સહકાર

નવી દિલ્હી, તા. 26: ભારત અને જાપાને 5જી (ફાઇવ-જી) અને પ્લસ ટેકનોલોજીના ટેકનીકલ વિકાસ માટે સંયુકત રીતે કામ કરવાનો નિર્ણય લીધો છે. આ ટેકનોલોજીનો વિકાસ `ક્વેડ સ્ટ્રેટેજીક ડાયલોગ'ના સભ્યો અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ઇઝરાયલની સહાયથી કરાશે.
આવતા મહિને જાપાનમાં યોજાનારી `ક્વેડ'ના વિદેશ પ્રધાનોની બેઠકમાં ટેલી-કોમ્યુનિકેશન ટેકનોલોજીની હવે પછીની જનરેશનના વિકાસની ચર્ચા હાથ ધરાશે.
સત્તાવાર સરકારી વર્તુળોના જણાવ્યા મુજબ ભારત અને જાપાને 5જી તથા 5જી-પ્લસ ટેકનોલોજીના વિકાસ અંગે સહકારના કરાર કર્યા છે. ત્યારે ભારત 3જીપીપી, અમ્બ્રેલા મોબાઇલ ટેલીકોમ્યુનિકેશન્સ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન અંગે આતુર છે અને પ્રથમ ઇન્ડિયન રૂરલ સ્ટાન્ડર્ડ ફોર ટેલીકોમ્યુનિકેશનને અપનાવવા માટે ગ્લોબલ સ્ટાન્ડર્ડ કોન્સોર્ટીયમમાં સફળ થયું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer