પોર્ટ ટ્રસ્ટની હૉસ્પિટલનું હસ્તાંતરણ

કોર્ટનો પ્રતિવાદીઓને સોગંદનામું નોંધાવવાનો આદેશ
મુંબઈ, તા. 26 : પોર્ટ ટ્રસ્ટ હૉસ્પિટલના ટ્રાન્સફર અંગે વડી અદાલતનો અનાદર કરવા અંગે મુંબઈ પોર્ટ ટ્રસ્ટ ડૉક ઍન્ડ જનરલ એમ્પ્લોઈઝ યુનિયનના મહામંત્રી સુધાકર અપરાજ અને ટ્રાન્સપોર્ટ ઍન્ડ ડૉક વર્કર્સ યુનિયનના મહામંત્રી કેરશી પારેખે પોતાના યુનિયનોના વતિથી મુંબઈ પોર્ટ ટ્રસ્ટ અને ઝોડિયાક હિલોટ્રોનિકસ પ્રા. લિમિટેડ વિરુદ્ધ અરજી નોંધાવી હતી.
વડી અદાલતે આ અરજીમાંના મુદ્દામાં વજુદ હોવાથી મુંબઈ પોર્ટ ટ્રસ્ટના અધ્યક્ષ અને ચીફ મેડિકલ અૉફિસર તેમ જ ઝોડિયાક હિલોટ્રોનિકસ પ્રા. લિમિટેડને તેમનો પક્ષ સોગંદનામા મારફતે માંડવાનો આદેશ આપ્યો છે. તેઓના ધારાશાસ્ત્રીએ સોગંદનામું નોંધાવવા માટે એક મહિનાનો સમય માગ્યો હતો, પણ ન્યાયાલયે ફક્ત 15 દિવસમાં જ સોગંદનામું નોંધાવવાનો આદેશ આપ્યો છે.
યુનિયનના ધારાશાસ્ત્રી કામાએ વડી અદાલત સમક્ષ કરેલી અસરકારક રજૂઆતને કારણે વડી અદાલતે આ આદેશ આપ્યો હતો. વડી અદાલતે આપેલા આદેશને પગલે યુનિયનને ન્યાય મળશે એવી ખાતરી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer