મુંબઈ યુનિવર્સિટીના અંતિમ વર્ષની પરીક્ષા અટકાવવાનો હાઈ કોર્ટનો ઇનકાર

મુંબઈ, તા. 26 (પીટીઆઈ) : બૉમ્બે હાઈ કોર્ટે શનિવારે પહેલી અૉક્ટોબરથી  અન્ડરગ્રજેયુએટ કોર્સિસ માટે  અંતિમ વર્ષની  પરીક્ષા યોજવાના મુંબઈ વિદ્યાપાઠના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાની ના પાડી  હતી. વડા ન્યાયમૂર્તિ  દિપાનકર દત્ત  અને જસ્ટિસ જી.  એસ.  કુલકર્ણીએ પરીક્ષા પર સ્ટે મુકવાની માગણી કરનારા બે સ્ટુડન્ટ્સને તેમને કોઈ રાહત  જોઈતી  હોય તો વાઈસ ચાન્સેલર પાસે જવા  કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે અંતિમ વર્ષના સ્ટુડન્ટસને પરીક્ષા  લીધા બાદ જ પ્રમોશન મળી શકે.  એકઝામ 1થી 17 અૉક્ટોબર વચ્ચે  યોજાશે. યુનિવર્સિટીના વકીલ રૂઈ રોડ્રિક્સે કહ્યું  હતું  કે આ પરીક્ષા અૉનલાઈન અને મલ્ટિપલ ચોઈઝ  ફોર્મેટના આધારે યોજાશે.  અરજદારે દલીલ કરી હતી કે વિદ્યાપીઠે ટાઈમટેબલ ઉતાવળે તૈયાર કર્યું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer