અમેરિકામાં કોરોના વૅક્સિનનું સફળ ટ્રાયલ

એક ડોઝમાં જ વાયરસનો ખાતમો
વોશિંગ્ટન, તા.26 : કોરોના મહામારીથી છૂટકારો મેળવવા આખી દુનિયા અસરકારક વેક્સિનની આતુરતાથી રાહ જોઈ રહી છે ત્યારે જોનસન એન્ડ જોનસનની કોરોના વાયરસની વેક્સિનના ટ્રાયલના શરૂઆતના તબક્કામાં મજબૂત ઈમ્યુન રિસ્પોન્સ મળ્યો છે. વેક્સિનના માત્ર એક ડોઝથી જ શરીરમાં એન્ટીબોડી ઉત્પન્ન થયાનું સામે આવ્યું છે.
જોનસન એન્ડ જોનસનની આ વેક્સિન હજુ પરીક્ષણના તબક્કામાં છે. તેની શરૂઆતના તબક્કામાં સફળ પરિણામ મળ્યું છે. આ વેક્સિન એટલા માટે ખાસ છે કે કારણ કે અન્ય વેક્સિનમાં બે ડોઝ આપવા પડે છે જેની સામે આ વેક્સિનના એક ડોઝથી જ સફળ પરિણામ મળ્યું છે. અમેરિકામાં પરિક્ષણ દરમિયાન 1000 સ્વસ્થ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા.
વૃદ્ધોમાં આ વેક્સિનની અસરકારકતા ચકાસવાની હજુ બાકી છે. સંશોધકોનું કહેવું છે કે વેક્સિન આપ્યાના ર9 દિવસ પછી 98 ટકા વોલન્ટિયર્સમાં વાયરસનો નાશ કરતાં એન્ટીબોડી ઉત્પન્ન થયા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer