મકાનોમાં કોરોનાનો પ્રસાર અટકાવવા પાલિકાએ અપનાવ્યો વ્યૂહ

સભ્યો ટેસ્ટ કરાવે નહીં તો હાઉસિંગ સોસાયટીને મકાન સીલ કરવાની ચેતવણી અપાઈ 
મુંબઈ, તા. 26 : મુંબઈમાં સ્લમની સરખામણીમાં મકાનોમાં કોરોનાનો પ્રસાર ઝડપથી થઈ રહ્યો છે. હાઉસિંગ સોસાયટીમાં કોરોનાનો પ્રસાર રોકવા પાલિકા કડક પગલાં લઈ રહી છે. સોસાયટીના અમુક સભ્યો ટેસ્ટ કરવાની ના પાડે છે. સોસાયટીના અમુક સભ્યો કોરોનાનો ટેસ્ટ પૉઝિટિવ આવ્યો હોય અને કોઈ લક્ષણો ન હોય તો આઈસોલેશનમાં કાળજી લેતા નથી. આવા દર્દીની બેદરકારીને લીધે કોરોનાનો ચેપ તેમના કુટંબીજનોને લાગે છે. પાલિકા હવે આવી સોસાયટી કે મકનના રેહવાસી સામે કડક અભિગમ અને વિવિધ વ્યૂહ અખત્યાર કર્યો છે. ગોરેગાવ પૂર્વની હાઉસિંગ સોસાયટીને એવી ચેતવણી આપી કે જો તમે પાલિકાના અધિકારીઓને રહેવાસીઓની ટેસ્ટ લેતા અટકાવશો તો અમે આખા મકાનને 14 દિવસ માટે સીલ કરી દઈશું. આ ગગનચુંબી મકાનમાં કોરોનાના 10 કેસ મળ્યા હતા. પાલિકાના અધિકારીઓ કહે છે કે જો  મકાનમાંથી મોટી  સંખ્યામાં કેસ મળે તો અમે આખા મકાનના રહેવાસીને હાઈ રિસ્ક કોન્ટેક્ટ ગણીએ છીએ. અમે તેમનો ટેસ્ટ કરીએ છીએ. આ કેસમાં સોસાયટીના સભ્યોએ સહકાર ન આપતાં અમે તેમને ચેતવણી આપી હતી કે જો  તમે ટેસ્ટ નહીં કરાવશો તો અમે તમારું  આખું મકાન 14 દિવસ માટે  સીલ કરી દઈશું. 
ચોવીસે ચોવીસે વોર્ડ અૉફિસને દિવસમાં 1000 ટેસ્ટ કરવાનું કહેવામાં આવ્યું છે. આમાં આરટી-પીસીઆર અને એન્ટિજેન બન્ને પ્રકારના ટેસ્ટનો સમાવેશ થાય છે.  
બીજા વોર્ડમાં પણ આવા વ્યૂહ અપનાવામાં આવે છે. જે  મકાનમાં બહુ કેસ મળ્યા હોય ત્યાં કેમ્પ યોજવામાં આવે છે.  
જો મકાનનો કોઈ રહેવાસીનો ટેસ્ટ પૉઝિટિવ આવ્યો  હોય, પરંતુ તેને લક્ષણો ન હોય  અને તે આસોલેશનના નિયમો ન પાળતો  હોય તો પાલિકાના અધિકારીઓ તેને કોવિડ કેર સેન્ટરમાં મોકલી દે છે.  આર-સેન્ટ્રલ વોર્ડ (બોરીવલી) શહેરના સૌથી વધારે કેસ ધરાવાનો રેકોર્ડ  ધરાવે છે. ત્યાં કુલ 11,666 કેસ હતા અને જેમાંથી 91 ટકા એટલે કે 10,657 કેસ મકાનોમાં હતા અને બાકીના 1009  સ્લમમાં હતા. આમાંથી 6578 ઈન્ડેક્સ કેસ હતા  એટલે કે તેમને અજાણ્યા સોર્સથી કોરોનનો ચાપ લાગ્યો હતો. બાકીના 4179ને જાણીતા સોર્સ અને મોટે ભાગે કુટંબીજનોથી ચેપ લાગ્યો હતો. આનું કારણ એ છે  કે આઈસોલેશનમાં રહેલા કુટંબીજન તેના નિયમો પાળતા નથી.  હવે  પાલિકા આવા કેસોને કોવિડ કેર સેન્ટરમાં મોકલી દે છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer