તપાસ અધિકારીઓને જૂની ચૅટ કેવી રીતે મળે છે?

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ. તા. 24 : બોલિવૂડના ડ્રગ એન્ગલની તપાસનો એકમાત્ર આધાર વોટ્સઍપની જૂની ચૅટ છે. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો, સીબીઆઈ કે પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પાસે આ બધી જૂની ચૅટ આવે છે ક્યાંથી? 
ટૅક એક્સપર્ટ કહે છે મોબાઈલ ક્લાનિંગ પદ્ધતિને કારણે જૂના ચૅટ મેસેજીસ અધિકારીઓને મળી રહ્યા છે ભારતમાં મોબાઈલ ક્લાનિંગ ઘણા વર્ષોથી અસ્તિત્વમાં છે. છેક 2005માં મોબાઈલ ક્લાનિંગનો દાખલો નોંધાયા હતો. આ ટેકનિકમાં મોબાઈલ ફોનનો ડેટા અને આઈડેન્ટીટી બીજા મોબાઈલ ફોનમાં ટ્રાન્સફર કરાય છે. મોબાઈલ ક્લાનિંગ સામાન્ય માણસ માટે કાયદેસર નથી, પણ તપાસ એજન્સીઓ તેનો કાયદાની મર્યાદામાં રહી ઉપયોગ કરી શકે છે. 
કોઈ પાસે પ્રોગ્રામિંગ કૌશલ્ય હોય તો માત્ર ગણતરીની મિનિટોમાં કોઈના ફોનનો ડેટા બીજા ફોનમાં ટ્રાન્સફર થઈ શકે છે. એક વાર કલાનિંગની પ્રોસેસ પૂરી થાય એ પછી ગૂગલ ડ્રાઈવ કે આઈ-ક્લાઉડ પર સ્ટોર થયેલા જૂના મેસેજો નવા હેન્ડ સેટમાં ડાઉનલોડ કરી શકાય છે. વોટ્સઍપનો વેરિફિકેશન કોડ પણ નવા મોબાઈલમાં આવશે. વોટ્સઍપના ચૅટ મેસેજીસ એક્રિપ્ટેડ હોય છે. એટલે કે એને કોઈ આંતરી શકે નહી, પણ સ્ટોર થયેલા મેસેજો સાથે એવું નથી. ક્લાનિંગથી કોઈપણ ડાઉનલૉડ કરી શકે છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer