રાજ્યમાં કોરોનાના 20,419 નવા દર્દી મળ્યા; 23,644 સાજા થયા

મુંબઈમાં 2,282 દર્દી વધ્યા, 44નાં મૃત્યુ
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 26 : મુંબઈમાં આજે કોરોનાના 2282 નવા દર્દી મળ્યા હતા.  2000થી  વધારે કેસ મળવાનો શહેરમાં સિલસીલો આજે ફરી શરૂ થયો હતો. આ સાથે કુલ દર્દીનો આંકડો 1,96,459 થયો હતો. મુંબઈમાં મળતા નવા દર્દીની સંખ્યામાં ઓચિંતો ઉછાળો આવ્યો છે.  આજે 1942 દર્દી સાજા થતાં તેમને રજા અપાઈ હતી. આ સાથે કુલ 1,58,749દર્દી સાજા થયા છે. શહેરમાં સક્રિય દર્ધીની સંખ્યા સતત વધતી જાય છે.  આજે સક્રિય દર્દીની સંખ્યા  28,568 થઈ હતી.  આજે મુંબઈમાં 44 જણ મૃત્યું પામ્યા હતા. આમાંથી 29 દર્દીને કોરોના ઉપરાંત બીજી બીમારીઓ હતી. મૃતકોમાંથી 27 પુરુષ અને 17 મહિલા દર્દી હતા,. મરણ પામનારા 24 દર્દી 60 વર્ષની,ઉપરના, 18 મૃતકોની વય 40થી 60 વર્ષની વચ્ચે હતી. બે દર્દી 40 વષર્થી  નાની વયના  હતા.  મરણાંક 8747નો થયો છે. 
મુંબઈમાં કોરોનાની સ્થિતી  ફરી ગંભીર બનતી જાય છે. મુંબઈમાં રીકવરી રેટ 81 ટકા અને ડબાલિંગ રેટ 65 દિવસનો છે. 19 સપ્ટેમ્બરથી  25 સપ્ટેમ્બર સુધીનો એકદંર વૃદ્ધિદર1.07 ટકાનો છે. શહેરમાં 671 સક્રીય કન્ટેનમેન્ટ ઝોન છે અને 10,694  મકાનો સીલ કરાયા છે.  
રાજ્યમાં કોરોનાની હાલત બદતર થતી જાય છે. રાજ્યમાં  આજે  20419નવા કેસ મળ્યા હતા.રાજ્યમાં કોરોનાના કુલ  દર્દી 13,21,176 થઈ ગયા છે.   
 રાજ્યમાં 2,69,119 સક્રીય દર્દી છે. રાજ્યમાં આજે 430 દર્દીના મૃત્યું થયા હતા. રાજ્યમાં મૃત્યુંદર 2.68 ટકાનો છે.  રાજ્યમાં કુલ  દર્દી 35191ના મૃત્યું થયા છે. રાજ્યમાં રાહતની વાત એ છે કે આજે 23,644 દર્દી સાજા થયા  હતા. કુલ 10,16,450 દર્દી સાજા થયા છે.  રાજ્યમાં રીકવરી રેટ 76.94 ટકા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer