કચ્છી જૈન નાણાકીય કટોકટી-બે દેવાદારને પહેલીએ અૉક્ટોબર સુધી પોલીસે કસ્ટડી

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 26 : કચ્છી જૈન મહાજન સંચાલિત કચ્છી સહિયારું અભિયાન અંતર્ગત દેવાદારો પાસેથી નાણાં કઢાવવાનું કાર્ય લાંબા સમયથી ચાલે છે, જેમાં એક પ્રકરણમાં પોલીસની આર્થિક ગુના શાખાએ હસમુખ ગોગારી અને પંકજ છેડાને પકડીને હૉલીડે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે પહેલી અૉક્ટોબર સુધીની પોલીસ કસ્ટડી આપી છે. 
આ પ્રકરણમાં એક જ કંપનીના બીજા ચાર ભાગીદાર અને બીજા બે જણ ફરાર છે લેણદારના વકીલ ચેતન શાહ હાજર રહ્યા હતા. ગત જુલાઈમાં આરોપીઓ સામે એફઆઈઆર થઈ હતી. આ પહેલા જહોની શાહ અને પંકજ ગડાએ 2019ના એપ્રિલમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યારે ગયા જુલાઈ- 2020માં રાજેશ શાહે એફઆઈઆર નોંધાવી હતી.
જ્હોની શાહના જણાવ્યા અનુસાર આ લોકો ગેરન્ટી સ્ટીમમાં પૈસા લેતા હતા. ગેરન્ટીના 20 પૈસા લેખે લેતા હતા. 30 વર્ષથી આ ધંધો ચાલતો હતો. અત્યાર સુધીમાં 200 જણે ફરિયાદ નોંધાવી છે. કુલ રકમ 76 કરોડ રૂા. જેટલી થઈ છે. બધી રકમનો આંકડો ઘણો મોટો છે હવે લેણદારો સીધા ઈઓડબ્લ્યુ (ઇકોનૉમિક ઓફેન્સ વિંગ)માં ફરિયાદ લેખિતમાં નોંધાવે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer