રાજ્યમાં કોરોનાના 22,000થી વધુ અને શહેરમાં 2000થી વધુ નવા કેસ સામે આવ્યા

રાજ્યમાં કોરોનાના 22,000થી વધુ અને શહેરમાં 2000થી વધુ નવા કેસ સામે આવ્યા
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 12 : મુંબઈમાં આજે કોરોનાના 2321 નવા દર્દી મળ્યા હતા.  સતત ચાર દિવસથી 2000થી  વધારે કેસ મળે છે.  આ સાથે કુલ દર્દીનો આંકડો 1,67 608થયો હતો. મુંબઈમાં મળતા નવા દર્દીની સંખ્યામાં ઓચિંતો ઉછાળો આવ્યો છે.  આજે 772 દર્દી સાજા થતાં તેમને રજા અપાઈ હતી. આ સાથે કુલ 1,30,016 દર્દી સાજા થયા છે. શહેરમાં હવે 29131 સક્રીય દર્દી છે.  આજે મુંબઈમા 42 જણ મૃત્યું પામ્યા હતા. આમાંથી 37 દર્દીને  કોરોના ઉપરાંત બીજી બીમારીઓ હતી. મૃતકોમાંથી 26 પુરુષ અને 16 મહિલા દર્દી હતા,. મરણ પામનારા 23 દર્દી 60 વર્ષની,ઉપરના,18 મૃતકોની વય 40થી 60 વર્ષની વચ્ચે હતી. મૃતકોમાં 40થી નાની વયના એક દર્દીનો સમાવેશ થતો હતો. મરણાંક 8106નો થયો છે. 
મુંબઈમાં કોરોનાની સ્થિતી  ફરી ગંભીર બનતી જાય છે. મુંબઈમાં રીકવરી રેટ 78 ટકા અને ડબાલિંગ રેટ 58 દિવસનો છે. 5 સપ્ટેમ્બરથી  11 સપ્ટેમ્બર સુધીનો એકદંર વૃદ્ધિદર 1.21 ટકાનો છે. શહેરમાં 557 સક્રીય કન્ટેનમેન્ટ ઝોન છે અને 7680 મકાનો સીલ કરાયા છે.  
રાજ્યમાં કોરોનાની હાલત બદતર થતી જાય છે. રાજ્યમાં પહેલી વાર નવા કેસનો આંકડો 23,000ને પાર કરી ગયો છે. ગણેશ વિસજર્ન  પછી કોરોના દર્દીનો સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો હતો. આજે 22084 નવા દર્દી મળ્યા હતા.   રાજ્યમાં કોરોનાના કુલ  દર્દી 10,37,765 થઈ ગયા છે. રાજ્યમાં ફરી 300થી વધારે મરણ નોંધાયા હતા.  ગણેશોત્વ પછી કેસમાં ઓચિંતો ઉછાળો આવ્યો છે. રાજ્યમાં મોટા ઉછાળાનું કારણ રેડ ઝોન જાહેર કરેલા 19 શહેરો ઉપરાંત ગ્રામીણ વિસ્તારમાં વધેલા કેસ છે. રાજ્યમાં આંતરિજલ્લા પ્રવાસની છૂટ આપી હોવાથી ગામડામાં પણ કોરોના ફેલાયો છે.  
રાજ્યમાં 2,79,768 સક્રીય દર્દી છે. રાજ્યમાં આજે 391 દર્દીના મૃત્યું થયા હતા. રાજ્યમાં મૃત્યુંદર 2.93  ટકાનો છે.  રાજ્યમાં કુલ 29,115 દર્દીના મૃત્યું થયા છે. રાજ્યમાં રાહતની વાત એ છે કે આજે 13,489 દર્દી સાજા થયા  હતા. કુલ 7,28,512 દર્દી સાજા થયા છે.. રાજ્યમાં રીકવરી રેટ 70.2 ટકા છે.  રાજ્યમાં 51,64,840 ટેસ્ટ થઈ છે અને આમાંથી 20.9 ટકા એટલે કે 10,37,765 કેસ પૉઝિટિવ આવ્યા હતા. હાલમાં 16,52,955 લોકો હોમ ક્વૉરેન્ટાઈન અને 38,572 લોકો ઇન્સ્ટિટ્યુશનલ ક્વૉરેન્ટાઈન છે.   

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer