મરાઠાઓને આરક્ષણના મુદ્દે પીછેહઠ નહીં : ઉદ્ધવ

મરાઠાઓને આરક્ષણના મુદ્દે પીછેહઠ નહીં : ઉદ્ધવ
મુંબઈ, તા. 12 : મરાઠાઓને સરકારી નોકરી અને શિક્ષણ સંસ્થાઓમાં અનામત બેઠકો મળે એ માટે અમે પ્રયત્નો કરવામાં લગીરપણ પીછેહઠ નહીં કરીએ એમ શિવસેનાના પ્રમુખ અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું છે. મરાઠાઓને આરક્ષણ અંગે આજે મળેલી મહત્ત્વની બેઠક પછી ઠાકરેએ જણાવ્યું હતું કે આરક્ષણ વિશે થઈ રહેલા રાજકારણથી હું નારાજ છું. રાજકારણ ખાતર મરાઠાઓને ઉશ્કેરવાનું કામ ચાલી રહ્યું છે તે હું સાંખી નહીં લઉ, એમ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer