આર્થિક ભીંસમાં મુકાયેલી વોડાફોન અસ્કયામતો વેચી

આર્થિક ભીંસમાં મુકાયેલી વોડાફોન અસ્કયામતો વેચી
રૂા.35,000 કરોડ એકત્ર કરશે
મુંબઈ, તા. 12 : વોડાફોન આઈડિયા કંપની રૂા. 35,000 કરોડ મેળવવાની યોજના ધરાવે છે, એવા સમાચારે શુક્રવારે બીએસઈ પર સવારના ટ્રાડિંગમાં કંપનીના શૅરમાં ત્રણ ટકાનું ગાબડું પડ્યું હતું. 
સીએનબીસી ટીવી 18ના હેવાલ અનુસાર કંપની ફાઈબર બિઝનેસ અને ડેટા સેન્ટરના વેચાણ દ્વારા રૂા. 10,000 કરોડ ઊભા કરવાનો વિચાર કરી રહી છે. વધારામાં ડેબ્ટ અને ઇક્વિટી દ્વારા તે રૂા. 25,000 કરોડ ઊભા કરશે. 
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ડેટા સેન્ટરના વેચાણ માટે વોડાફોને મર્ચન્ટ બેન્કરની નિમણૂક નક્કી કરી છે. ફાઈબર બિઝનેસ અને ડેટા સેન્ટરની એસેટ્સનું વેચાણ વર્ષના અંત સુધીમાં કરવાનો તેનો  ઈરાદો છે. 
ફાઈબર એસેટ્સના વેચાણ માટે વોડાફોન અન્ય કંપનીઓનો સંપર્ક કરશે. બ્રુકફિલ્ડ અને કેકેઆર રેસમાં છે અને બ્રુકફિલ્ડ તેમાં આગળ છે, એમ હેવાલે જણાવ્યું હતું. 
કંપનીએ સરકારને એડજસ્ટડ ગ્રોસ રીવેન્યૂ (એજીઆર) ની રકમ ચુકવવાની છે અને તે માટે આ વેચાણની રકમ ઉપયોગમાં લેવાશે. 
એજીઆર ચૂકવવા માટે પહેલી સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે વોડાફોન અને અન્ય ટેલિકોમ કંપનીઓને દસ વર્ષનો સમય આપ્યો હતો પણ તેમાંથી 10 ટકા રકમ હમણાં જ ચૂકવી દેવાનો આદેશ આપ્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer