ચંદ્રગોપાલજી મહારાજશ્રીને આજે ભાવાંજલિ અર્પણ કરાશે

ચંદ્રગોપાલજી મહારાજશ્રીને આજે ભાવાંજલિ અર્પણ કરાશે
વડોદરા, તા. 12 : સમાજને સુસંસ્કૃત કરવાનું સફળ સુકાન સંભાળનાર પ્રખર વિદ્વાન વૈષ્ણવાચાર્ય પૂજ્યશ્રી ચંદ્રગોપાલજી મહારાજશ્રી 10 સપ્ટેમ્બરનો રોજ ગૌલોકવાસી થયા હતા.
તા. 13 સપ્ટેમ્બરના રોજ સાંજે 5.30થી 7.30 કલાક દરમિયાન વડોદરાના માંજલપુરસ્થિત વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે પૂજ્ય મહારાજશ્રીને શ્રદ્ધા સમુન અર્પવા ``ભાવાંજલિ અર્પણ કાર્યક્રમ''નું આયોજન થયું છે. આ કાર્યક્રમમાં પૂજ્યશ્રી મહારાજશ્રીનો શ્રીવલ્લભકુળ પરિવાર, વૈષ્ણવ અગ્રણીઓ તથા વૈષ્ણવો ઉપસ્થિત રહેશે.
સરકાર નિર્દેશિત ગાઇડ લાઇન મુજબ સોશિયલ ડિસ્ટન્સિં, માસ્ક તથા સેનેટાઇઝેશનના નિયમો સાથે ભાવાંજલિ સભામાં શ્રીવલ્લભકુળ પરિવાર તથા વૈષ્ણવ સમાજ પૂજ્ય શ્રીચંદ્રગોપાલજી મહારાજશ્રીને ભાવાંજલિ અર્પિત કરશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer