તળાવમાં રહેવું અને મગરમચ્છ સાથે વેર? મુંબઈ મહારાષ્ટ્રની શાન છે : શિવસેના

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : મુંબઈ એ પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર છે કે નહીં, પરંતુ જેઓએ આ વિવાદ ઊભો કર્યો તેઓને તે જ તે મુબારક. મુંબઈ માટે વિવાદ એ નવો નથી. આમ છતાં આ વિવાદ માફિયાઓની પરવા કર્યા વિના મુંબઈ હાલ મહારાષ્ટ્રની રાજધાની તરીકેની શાન ધરાવે છે, એમ શિવસેનાના મુખપત્ર `સામના'માં જણાવવામાં આવ્યું છે.
`સામના'માં જણાવવામાં આવ્યું છે કે મહારાષ્ટ્ર એ સંતો અને ક્રાંતિકારીઓની ભૂમિ છે. સ્વાભિમાન અને ત્યાગ એ મુંબઈના બે તેજસ્વી અલંકાર છે. અફઝલ ખાનની કબર પ્રતાપગઢમાં છે. તે મહારાષ્ટ્રની ઉદારતા છે. મહારાષ્ટ્રના હાથમાં છત્રપતિ શિવાજીએ ભવાની તલવાર અને બાળ ઠાકરેએ સ્વાભિમાનનો અંગારો આપ્યો છે. તે અંગારા ઉપર રાખ બની છે એવું કોઈને જણાતું હોય તો તેમણે એક ફૂંક મારી જોવી. મુંબઈનું `વસ્ત્રાહરણ' થઈ રહ્યું હતું ત્યારે બધા નેતાઓ નીચે માથું રાખીને બેસી રહ્યા છે. ફિલ્મ ઉદ્યોગના ભીષ્મ પિતામહ દાદાસાહેબ ફાળકેને ક્યારેય `ભારતરત્ન'થી નવાજવામાં આવ્યા નથી, પણ તેમના કારણે બનેલી આ માયાનગરીમાં અનેક લોકોને `ભારતરત્ન' જ નહીં, પણ `િનશાન-એ-પાકિસ્તાન' એવૉર્ડ પણ મળ્યા છે. મુંબઈમાં કોઈ પણ આવે અને પોતાની આવડતથી નસીબ અજમાવે. મુંબઈનો ફિલ્મી ઉદ્યોગ હાલ હજારો લોકોને રોજગારી આપે છે. મધુબાલા, મીનાકુમારી, સંજય ખાન જેવા મોટા મુસ્લિમ અભિનેતાઓએ પોતાના નામ `િહન્દુ' કર્યા હતા. તેનું કારણ ત્યારે ત્યાં ધર્મએ પ્રવેશ કર્યો નહોતો. તેઓએ પાણીમાં રહીને મગરમચ્છ સાથે વેર કર્યું નહીં અને કાચના ઘરમાં રહીને બીજાના ઘર ઉપર પથ્થર માર્યા નહોતા, એમ `સામના'માં ઉમેરવામાં આવ્યું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer