પાર્શ્વગાયિકા અનુરાધા પૌડવાલના પુત્ર આદિત્યનું નિધન

મુંબઈ, તા 12 : કોરોના વાઇરસ મહામારી શરૂ થયા બાદ સતત ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દુખદ સમાચાર આવી રહ્યા છે. આજે પાર્શ્વગાયિકા અનુરાધા પૌડવાલના દીકરા આદિત્ય પૌડવાલનું નિધન થયું. આદિત્ય 35 વર્ષનો હતો. મીડિયાના રિપોર્ટ મુજબ આદિત્યને છેલ્લા થોડા સમયથી કિડનીની બીમારી હતી. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા આદિત્યનું આજે સવારે મૃત્યુ થયું હતું. 
આદિત્ય પૌડવાલના નિધન અંગે ભારત રત્ન પાર્શ્વગાયિકા લતાજીએ ટ્વીટર પર શ્રદ્ધાંજલી આપી હતી. સંગીતકાર શંકર મહાદેવને એના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ લખતા કહ્યું, સવારના આ દુખદ સમાચાર જાણવા મળ્યા. અમારા પ્યારા આદિત્ય પૌડવાલ નથી રહ્યા. કેટલા શાનદાર મ્યુઝિશિયન હતા, તેઓ એક મજેદાર વ્યક્તિ હતા, ખૂબસૂરત સેન્સ અૉફ હ્યુમર સાથે. 
શંકર મહાદેવને વધુમાં લખ્યું, અમે અનેક પ્રોજેક્ટમાં સાથે કામ કર્યું. એના પરિવાર માટે પ્રાર્થના. લવ યુ આદિત્ય... તમારી યાદ આવશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer