દિશા સાલિયાનની આત્મહત્યાના એક કલાક પૂર્વેનો વિડિયો વાયરલ

દિશા સાલિયાનની આત્મહત્યાના એક કલાક પૂર્વેનો વિડિયો વાયરલ
મુંબઈ, તા. 8  : સુશાંત સિંહ રાજપુતની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયાને આત્મહત્યા કરી એના એક કલાક પહેલાનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયો જાહેર થતાં કેસમાં નવો વળાંક આવ્યો છે. વિડિયોમાં એ ખુશખુશાલ હોવાનું જણાય છે. આઠમી જૂને થયેલી આ પાર્ટી બાદ દિશાએ બિલ્ડિગના 14 માળેથી કૂદકો મારી આત્મહત્યા કરી હતી. 
વિડિયોમાં દિશા અને એના મિત્રો મિશન કાશ્મીરનાં ગીત પર ડાન્સ કરતા દેખાય છે. વિડિયોમાં દિશા પણ મોજથી ડાન્સ કરતી દેખાય છે. દિશાએ જ આ વિડિયો એના મિત્રને શૅર કર્યો હતો. હવે આ વિડિયો આત્મહત્યાના એક કલાક પહેલાનો છે કે કેમ એની તપાસ કરવામાં આવશે. 
દિશાની આત્મહત્યા અંગે તેના માતા-પિતાએ મુંબઈ પોલીસ દ્વારા થઈ રહેલી તપાસ અંગે સંતુષ્ટ હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત દિશા અંગે ખરીખોટી ચર્ચા માત્ર તેમના સ્વાર્થ માટે કરી રહ્યા હોવાનું દિશાની માતાએ કહ્યું હતું. 
આ વિડિયો આત્મહત્યા પૂર્વેનો છે કે જૂનો છે એની તપાસ પોલીસ કરશે.   

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer